પાટણઃ લોક ગાયિકા કાજલ મહેરિયા પર હુમલો કરવામાં આવ્યો છે. પાટણના ધારપુરમાં ડેરી પાસે બની ઘટના. ધારપુરમાં એક લાઈવ ડીજે પ્રોગ્રામમાં આવતા સમય બની ઘટના. અગાઉ તેમની સાથે કે.એમ. ડિજિટલ ગ્રુપ ઓર્ગેનાઇઝર તરીકે કામ કરતા ઇસમે સહિત પાંચ ઈસમોએ કર્યો હુમલો. અગાઉના મનદુઃખમાં કરવામાં આવ્યો હુમલો.
કાજલ મહેરિયાની ગાડીના કાચ તોડી ધોકા વડે કરવામાં આવ્યો હુમલો. હુમલો કરનાર રમુ શકરા રબારી તેમજ અન્ય ચાર ઈસમો સહિત પાંચ ઈસમો સામે માર મારી જાતિ અપમાનિત શબ્દો બોલી સોનાની કંઠી લૂંટી લઈ જવાની સહિતની નોધાવી પોલીસ ફરિયાદ. બાલીસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
કાજલે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, દોઢ વર્ષ પહેલા આરોપી રમુભાઈ રબારી તેમની સાથે કામ કરતો હતો અને અલગ અલગ ગામનું બહાનું બતાવી તેમની પાસેથી પૈસા માંગતો હતો. જે આપવાની ના પાડતા કામ પરથી નકળી ગયો હતો. તેમજ તે અવાર-નવાર ડી.જે.ના પ્રોગ્રામમાં કાજલને બોલાવવા માંગતો હતો. પરંતુ તે નહીં આવતાં તેનો ખાર રાખી ધોકાથી કાજલનો જ્યાં ડીજેનો લાઇવ પ્રોગ્રામ હતો ત્યાં આરોપીઓએ તેની ફોર્ચ્યુનર કાર ઉભી રખાવી ધોકાથી ગાડીનો કાચ તોડી નાંક્યો હતો. તેમજ કાજલ અને તેના સાથીદારોને ધોકાથી માર માર્યો હતો. આ હુમલામાં કાજલના જમણા હાથની ટીશર્ટ ફાડી નાંખી ગળમાં પહેરેલ સોનાની ત્રણ લાખની કિંમત કંઠી તોડી ઝૂંટલી લીધી હતી અને અને જાતિ વિષયક શબ્દો બોલી જાહેરમાં અપમાનીત કરી હતી.
રાજ્યમાં ગરમીનો કહેર યથાવત છે. સોમવારે સાબરકાંઠાનું હિંમતનગર 45.1 ડિગ્રી સાથે ગુજરાતનું હોટેસ્ટ સિટી રહ્યું. આજે પણ હિંમતનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 44 ડિગ્રી સાથે અમદાવાદ પણ ધમધોખતા તાપમાં શેકાયું. અમદાવાદ સહિત 3 મુખ્ય 3 શહેરોમાં 44, અન્ય ચાર શહેરોમાં મહત્તમ 42 ડિગ્રી તાપમાન નોંધાયુ.
ગુજરાતના 10થી વધુ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ.હાલ ગુજરાતમાં ગરમ અને સુકા પવનોના કારણે પ્રચંડ ગરમીનું જોર યથાવત રહેશે. અમદાવાદ સહિતના શહેરોમાં બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. હજુ 3 દિવસ ગુજરાતમાં 42 ડિગ્રી આસપાસ સાથે હીટવેવની શક્યતા છે. અમદાવાદ અને વડોદરામાં આજે પણ 44 ડિગ્રી તાપમાન રહેશે.
અસાની વાવાઝોડું
ચક્રવાતી તોફાન અસાની દેશના પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. હાલ તો વાવાઝોડું નબળું પડવાના સંકેત મળી રહ્યા છે. વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં માં અલર્ટ અપાયું છે. ઓડિશાના અનેક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદની શરૂઆત થઈ છે.
આંધ્રપ્રદેશના નિત્રાવટી ગામમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા પર નદી વહેલા લાગી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. આ સાથે ચેતવણી આપવામાં આવી રહી છે. તમામ માછીમારોને દરિયામાંથી પરત ફરવા અને લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચના અપાઈ છે.
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના દરેક કાર્યક્રમ રદ કરી દીધા છે. આગામી બે દિવસ સુધી મમતા બેનર્જી સચિવાલયથી અસાની વાવાઝોડાની સ્થિતિનું નિરીક્ષણ કરશે. અસાની આ વર્ષનું પહેલું ચક્રવાતી વાવાઝોડું છે. આ પહેલાં 2021માં 3 ચક્રવાતી વાવાઝોડાં આવ્યા હતા.