ચૈત્ર મહિનામાં નવરાત્રિનું પવિત્ર પર્વ પણ આવે છે. નવ દિવસોમાં ‘મા ભગવતી’ની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. આ દિવસોમાં ભક્તો દેવીને પ્રસન્ન કરવા તેમની ભક્તિમાં લીન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.


મા ભગવતીના આશીર્વાદ મેળવવા માટેદેવી દુર્ગાના નવ નવ સ્વરૂપોની પૂજા અને નવ દિવસ સુધી ઉપવાસ કરવામાં આવે છે. આ દરમિયાન કેટલાક લોકો ફળ ખાવાની સાથે સિંધવ મીઠું પણ ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે સામાન્ય મીઠા કરતાં વધુ ફાયદાકારક છે.


મીઠાનું સેવન કેમ ઓછુ કરવું જોઈએ?


આ મહિનામાં દિવસે ગરમી અને રાતે ઠંડી હોય છે. તેથી શરીરને તાપમાનના સંતુલન માટે વધુ પ્રયાસ કરવો પડે છે અને આજ કારણથી ચૈત્ર મહિનામાં મીઠુ (નમક) અને મીઠી વસ્તુઓ (ગળ્યા પદાર્થો)નું સેવન ઓછુ કરવામાં આવે છે. આજ કારણથી ચૈત્ર મહિનામાં ખાણી પીણી પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.


સિંધવ મીઠું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક


હેલ્થ એક્સપર્ટના મતે સિંધાલૂણ ( સિંધવ મીઠુ) સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આવો જાણીએ સિંધાલૂણના સેવનના અજોડ ફાયદાઓ. હેલ્થ એક્સપર્ટના મતે સિંધાલૂણ વિટામિનકેલ્શિયમઆયર્નમેગ્નેશિયમએન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી આંખોની રોશની વધારવામાં મદદ મળે છે.


શરીરને એનર્જી આપે છે


કોઇ પણ પ્રકારના દુખાવામાંથી રાહત મેળવવા માટે એક ચપટી સિંધાલૂણ ભેળવીને નવશેકું પાણી પીવો. નિષ્ણાતો સૂચવે છે કે જે લોકો ઝડપથી થાકી જાય છેતેઓએ તેમના રોજિંદા આહારમાં સિંધાલૂણનો ઉપયોગ કરવો જોઈએ. તેને ખાવાથી શરીર આરામ કરે છે. થાકનબળાઈ દૂર થાય છે અને દિવસભર ઉર્જાનો અનુભવ થાય છે.


પાચનક્રિયામાં સુધારો થાય છે


તેનું સેવન કરવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે. તે પેટનો દુખાવોબળતરાકબજિયાતએસિડિટીપેટનું ફૂલવું અને અપચો અટકાવે છે. તેમાં રહેલા મિનરલ્સ આંતરડાની ગતિને ઝડપી બનાવે છે. તે આંતરડામાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. સુતા પહેલા નવશેકા પાણીમાં 1-2 ચપટી સિંધાલુન અને અડધુ લીંબુ ભેળવી પીવાથી ફાયદો થાય છે.


બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે


નિષ્ણાતોના મતે સિંધાલુણમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. સિંધવ મીઠાનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. બ્લડપ્રેશરના દર્દીઓએ બારે મહિના સાદા મીઠાના બદલે તેનું સેવન કરવું જ જોઈએ.