Skin And Hair Careશિયાળામાં વાળ અને ત્વચા  શુષ્ક  થઇ જાય છે.  આવી સ્થિતિમાં, આ ઘરગથ્થુ ઉપચારોને અપનાવીને, આપ સ્કિને સોફ્ટ અને વાળને મુલાલય બનાવી શકો છો.


બોલિવૂડ અભિનેત્રીની ત્વચા અને વાળ જોઈને એવું લાગે છે કે, કાશ આપણા વાળ અને ત્વચા પણ આવી જ ચમકદાર અને કોમળ હોત, શિયાળામાં ખાસ કરીને  ત્વચાનો રંગ સંપૂર્ણપણે નિસ્તેજ થવા લાગે છે. શિયાળામાં મોટાભાગના લોકો શુષ્ક ત્વચાથી પરેશાન હોય છે. સાથે જ શિયાળામાં વાળ ખરવા અને ડેન્ડ્રફ એક સામાન્ય સમસ્યા બની જાય છે. જો કે, આપ  સ્કિન અને હેર કેરનું રૂટીન સારી રીતે ફોલો કરો તો આ સમસ્યા વધારે નથી વધતી. આજે અમે આપને  શિયાળામાં સોફ્ટ સ્કિન અને રેશમી મુલાયમ વાળની કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ.જે ઠંડી ઋતુ માટે ખાસ કારગર છે.


 વિન્ટર સ્કિન કેર ટિપ્સ
દહીં અને હળદરનો પેક જો આપ  શિયાળામાં કોમળ ત્વચા મેળવવા માંગતા હોવ તો દહીં અને હળદરનો પેક ચહેરા પર લગાવી શકો છો. જ્યારે પણ ત્વચા નિસ્તેજ દેખાય ત્યારે તમે આ પેક લગાવી શકો છો. આ તમારા રંગને નિખારશે અને ત્વચાને મુલાયમ બનાવશે.


સૂતા પહેલા નારિયેળ તેલ લગાવોજો
આપ મેકઅપ કરતા હો અને તેને ઉતાર્યા વિના સૂઈ જતા હો તો તો તેની વિપરિત  અસર  ત્વચા પર પડી શકે છે. મેકઅપ દૂર કરવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરો.  સૂતી વખતે નારિયેળ તેલ લગાવીને પણ ચહેરો સાફ કરી શકો છો. નારિયેળનું તેલ લગાવીને થોડીવાર રહેવા દો અને પછી ભીના ટુવાલથી ચહેરો આછો લૂછી લો. આ તમારી ત્વચાને સ્વચ્છ અને હાઇડ્રેટેડ રાખે.


નાળિયેર અને એરંડાના તેલથી વાળની માલિશ
શિયાળામાં સુંદર વાળનું રહસ્ય હૂંફાળા નારિયેળ અને એરંડાના તેલની માલિશ છે. હેર વોશ બાદ હેરને સ્ટીમ આપવા માટે ગરમ પાણીમાં ટોવેલ ડૂબાડી બાદ તેને નિચોડીને વાળમાં લપેટી લો, તેનાથી હેર સ્મૂધ થશે. ત્વચાને સુંદર બનાવવા માટે સ્નાન કર્યા પછી બોડી લોશનમાં બદામ  ઓઈલ મિક્સ કરો. તેનાથી ત્વચા હાઇડ્રેટ અને ચમકદાર રહે છે. શિયાળામાં આ જીવનશૈલીને અનુસરવાથી તમારા વાળ અને ત્વચા સોફ્ટ  રહેશે.


 Women health: પીરિયડસ દરમિયાન થતાં દુખાવા અને અન્ય પરેશાનીઓને નિવારવામાં કારગર છે આ 4 ટિપ્સ


  Women health:પીરિયડ્સમાં મહિલાઓને અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. તેમા પેઇન એક ખાસ છે. શરૂઆતના ત્રણથી 4 દિવસ કેટલીક મહિલાઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે.    પીરિયડ્સમાં મહિલાઓને અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. તેમા પેઇન એક ખાસ છે. શરૂઆતના ત્રણથી 4 દિવસ કેટલીક મહિલાઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. જો કે કેટલીક એવી ઘરેલુ સરળ ટિપ્સ છે. જેનાથી પિરિયડ સંબંધિત સમસ્યાને દૂર કરી શકાય છે.    પિરિયડ દરમિયાન મૂડ સ્વિંગ થવો, પેટમાં દુખાવો, કમરમાં દુખાવો, માથામાં દુખાવો. લૂઝ મોશન સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરેક મહિલામાં આ સમય દરમિયાન જુદી-જુદી સમસ્યા જોવા મળે છે. જો કે આ સમય દરમિયાન જીવનશૈલી અને આહાર શૈલીમાં ફેરફાર કરીને સુધારો કરી શકાય છે.   આયુર્વેદ નિષ્ણાત ડૉ. દીક્ષા ભાવસાર પીરિયડ્સ દરમિયાન થતા દર્દનો સામનો કરવા માટે નીચેની ટિપ્સ આપે છે. ચાપીરિયડ્સ દરમિયાન ચા પીવાથી ઘણી રાહત મળે છે. તેનાથી તણાવને ઓછો કરી શકાય છે. આપ આ સમયમાં બેથીત્રણ વખત ગરમ ચાનું સેવન કરી શકો છો. જેનાથી રાહત અનુભવાશે. આદુની ચા, કેમોમાઈલ ટી, અથવા અજવાઈન ચા, પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવા અને અન્ય સમસ્યામાં રાહત આપે છે.    પાણીનો સેક કરવો કેટલીક મહિલાઓને પરિયડસ દરમિયાન કમર અને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આ સમસ્યામાં પેઇન કિલર પણ લઇ શકાય છે પરંતુ ધરેલું નુસખાની વાત કરીએ તો પાણીનો સેક પણ કરી શકો છો. તેનાથી દુખાવાથી તાત્કાલિક રાહત મળેવી શકાય છે. સેકના કારણે ગર્ભાશયના સંકોચન ઓછું થાય છે અને તેના કારણે દુખાવામાં રાહત મળે છે.     પુષ્કળ પાણી પીવું માસિક ધર્મ દરમિયાન પુષ્કળ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી પીવાથી પેટનું ફૂલવું જેવી સમસ્યાને દૂર થાય છે. ફુદીનાના પાનને બોટલમાં ભરીને દિવસભર તેનું પાણી પીવું પણ રાહત આપે છે.