શિયાળાનાં સમયે વાળમાં ડેન્ડ્રફની સમસ્યા સામાન્ય રહે છે. એવામાં વાળને ડેન્ડ્ર્ફ ફ્રી કરવાનું મુશ્કેલ ટાસ્ક હોય છે. ડેન્ડ્રફથી છૂટકારો મેળવવા માટે મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ બેઅસર સાબિત થવા લાગ્યા છે. તો જાણો કયા ઘરેલૂ ઉપાયોની મદદથી તમે ફટાફટ રાહત મેળવી શકો છો. તો જાણો ખાસ હેયર કેયર ટિપ્સ જેને ફોલો કરીને તમે હાશકારો અનુભવશો.


દહીંનો કરો ઉપયોગ : હેયર કેરમાં દહીંનો ઉપયોગ વાળને માટે નેચરલ કંડીશનરનું કામ કરે છે. એવામાં દહીંનો હેયર માસ્ક લગાવીને તમે ડેન્ડ્રફને સરળતાથી દૂર કરી શકો છો. વાળને શેમ્પૂ કરી લો અને પછી દહીં એપ્લાય કરો. 10-15 મિનિટ રાખ્યા બાદ ચોખ્ખા પાણીથી તેને વોશ કરી લો. તેનાથી વાળમાં ચમક વધશે.



ટી ટ્રી ઓઈલ : શિયાળામાં વાળને ડેન્ડ્રફ ફ્રી કરવા માટે ટી ટ્રી ઓઈલનો ઉપયોગ બેસ્ટ હોઈ શકે છે. આ માટે તમે નારિયેળ તેલમાં આ તેલ મિક્સ કરો અને તેને વાળમાં લગાવો. થોડા કલાક બાદ વાળને ધોઈ લો. તેમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ તત્વો વાળના ડેન્ડ્રફને દૂર કરવાની સાથે સાથે સ્કેલ્પને પણ ઈન્ફેક્શન ફ્રી રાખવામાં મદદ કરશે.


અલોવેરા જેલ : ઔષધિય તત્વોથી ભરપૂર અલોવેરા જેલ વાળના ડેન્ડ્રફને ઓછું કરે છે અને તેમાં ભેજ બનાવી રાખવામાં મદદ કરે છે. એલોવેરા જેલ તમને મદદ કરશે. તમે તેને વાળ પર એપ્લાય કરો અને 10-15 મિનિટ બાદ હેયર વોશ કરો. તમારા વાળ શિયાળામાં પણ ડેન્ડ્રફ ફ્રી અને સોફ્ટ રહેશે.


મેથીનો હેયર માસ્ક : શિયાળામાં ડેન્ડ્રફથી રાહત મેળવવા માટે મેથીનો ઉપયોગ સારો ઓપ્શન બની શકે છે. આ માટે મેથીના દાણાને ગરમ પાણીમાં પલાળીને રાતભર રહેવા દો. સવારે મેથીના દાણાને પીસીને પેસ્ટ બનાવી લો. તેમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળ પર એપ્લાય કરો. 1 કલાક બાદ ચોખ્ખા પાણીથી વાળ ધોઈ લો.


કોકોનટ ઓઈલ : શિયાળામાં સ્કેલ્પની ડ્રાયનેસને ઓછી કરવા માટે તમે નારિયેળ તેલની મદદ લઈ શકો છો, આ માટે નારિયેળ તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને મસાજ કરો. હવે વાળમાં રૂમાલ લપેટી લો. અડધા કલાક બાદ શેમ્પૂથી વાળ ધોઈ લો. તેનાથી વાળનું ડેન્ડ્રફ સરળતાથી ખતમ થઈ જશે.