WOmen Health:ગર્ભાવસ્થા દરેક મહિલાના જીવનનો મહત્વપૂર્ણ સમય હોય છે. આ દરમિયાન માતા અને બાળક બંનેની તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી મહિલાઓ નોર્મલ ડિલિવરી ઇચ્છે છે કારણ કે તેમાં રિકવરી ઝડપી થાય છે. યોગ્ય જીવનશૈલી અને સારી આદતો અપનાવવાથી નોર્મલ ડિલિવરીની સંભાવના વધી શકે છે.
1. હળવી કસરતથી કરો દિવસની શરૂઆત
પ્રેગ્નન્સી દરમિયાન હળવી કસરત ખૂબ ફાયદાકારક છે. વોકિંગ, પ્રેગ્નન્સી યોગ અને શ્વાસ સંબંધિત કસરતો શરીરને સક્રિય રાખે છે અને ડિલિવરી સમયે એનર્જી આપે આપે છે.
2. પોષણયુક્ત અને સંતુલિત આહાર
લીલા શાકભાજી, ફળ, દૂધ, દાળ અને પ્રોટીનવાળો ખોરાક લેવો જરૂરી છે. જંક ફૂડ અને તળેલા ખોરાકથી દૂર રહેવું જોઈએ જેથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે.
3. પૂરતું પાણી પીવુંદિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે.
4. તણાવથી દૂર રહો
ડિલિવરી વિશે વધુ વિચારવાથી તણાવ વધે છે, જે માતા અને બાળક બંને માટે નુકસાનકારક છે. મેડિટેશન, મ્યુઝિક સાંભળવું અને પરિવાર સાથે સમય પસાર કરવાથી તણાવ ઓછો થાય છે.
5. નિયમિત ડૉક્ટર ચેકઅપ કરાવો
સમયસર ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવાથી બાળકની વૃદ્ધિ અને માતાની તંદુરસ્તી વિશે જાણ થઈ શકે છે અને કોઈ સમસ્યા હોય તો વહેલી તકે સારવાર મળી શકે છે.
પ્રેગ્નન્સીમાં ભૂલથી પણ ન ખાશો આ ફળો
- પ્રેગ્નન્સીમાં ભૂલથી પણ ન ખાશો આ ફળો
- કેટલાક ફળો ગર્ભવસ્થામાં નુકસાનકારક છે.
- જે સેવન ગર્ભાશયની માંસપેશીને અસર કરે છે
- જેના કારણે પ્રિટર્મ ડિલિવરીનું જોખમ વધે છે
- પ્રેગ્નન્સીમાં પપૈયાનું સેવન ભૂલથી પણ ન કરો
- પપૈયાનું એન્જાઇમ પેપેન ગર્ભને નુકસાન કરે છે
- અનાનસ પણ પ્રેગ્નન્સીમાં ન ખાવું જોઇએ
- અનાનસમાં બ્રોમેલન નામનું રસાયન હોય છે
- જે પણ ગર્ભ માટે ખતરનાક છે
- આ ફળોનું સેવન ગર્ભપાત કરાવે છે
- આ ફળોના સેવનથી મિસકેરેજ થાય છે
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
