After Meal Precautions: હેલ્ધી ફૂડની અસર શરીર પર ન જોવા મળે તેની પાછળ આપણી કેટલીક  ભૂલો જવાબદાર છે. જો આપને પણ આ સમસ્યા હો તો  તો તેની પાછળ કેટલીક આવી આદતો જવાબદાર હોઈ શકે છે, જેના પર આપણે ધ્યાન નથી આપતા. લોકો વર્ષોથી આ આદતોને ફોલો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં આ એવા કારણો છે જે આપણા સ્વાસ્થ્યને ફિટ રાખવાના માર્ગમાં અવરોધ ઉભા કરી રહ્યાં છે.  તો ચાલો જાણીએ તેના વિશે...


જમ્યાં બાદ  તરત જ ન પીઓ ચા-કોફી
ચામાં પોલિફિનોલ્સ અને ટેનિંગ નામનું તત્વ હોય છે. જે ભોજનના પોષણતત્વોને સંપૂર્ણ રીતે ખતમ કરી દે છે. ઉપરાતં ચાની પત્તનીમાં સારી માત્રામાં એસિડ હોય છે. જે ભોજનમાં મોજૂદ પ્રોટીનને શરીર સુધી પહોંચવા નથી દેતું અને પાચનમાં પણ સમસ્યા થાય છે. તો આદતને બદલો. જો ચા-કોફી પીવી હોય તો ઓછામાં ઓછું એક કલાકનું અંતર રાખો.


 જમ્યાં બાદ તરત જ ઠંડા પીણા ન પીઓ
પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેનાથી પાચનક્રિયા યોગ્ય રહે છે, આ વાત બિલકુલ સાચી છે, પરંતુ જમ્યા પછી તરત ઠંડુ પાણી પીવું ખૂબ જ નુકસાનકારક છે. આ  આદત પાચન પ્રક્રિયાને ધીમી કરે છે, જેનાથી ગેસ, એસિડિટી અને અપચો થઈ શકે છે. તેથી તેનાથી બચવા માટે, જમ્યાના ઓછામાં ઓછા 45 મિનિટ પછી પાણી પીવો, તે પણ નવશેકું.


 જમ્યાં  બાદ તરત જ વોક ન કરો
જમ્યા પછી થોડી વાર વોક કરો, ઘણા લોકોએ આ સલાહ સાંભળી હશે અને તેનું પાલન કર્યું હશે, પરંતુ જમ્યા પછી ચાલવા જવાની આદત પણ પાચનક્રિયાને ધીમી પાડે છે. આ સિવાય ખોરાકમાં રહેલા જરૂરી પોષક તત્વો પણ યોગ્ય રીતે શોષાતા નથી. તેથી જમ્યા પછી ઓછામાં ઓછું અડધો કલાક બાદ ચાલો અને  20 મિનિટ ચાલવું પૂરતું  છે.


જમ્યાં બાદ તરત જ વર્કઆઉટ ન કરો
જમ્યાં બાદ વર્ક આઉટ કરવાની ભૂલી ન કરશો આવું કરવાથી  ઉલ્ટી, ઝાડા અને પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ થઈ શકે છે. જમ્યાં બાદ  કસરત કરવાથી પાચન તંત્ર પર દબાણ પડે છે, જ્યાં રક્તનું પરિભ્રમણ યોગ્ય રીતે થતું નથી, જેના કારણે ચયાપચય ધીમો પડી જાય છે. પછી અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે.


જમ્યાં બાદ તરત જ ન સૂવું
રાત્રિભોજન બાદ મોટાભાગના લોકો તરત જ ઊંઘી  છે. આ આદત માત્ર સ્થૂળતાને આમંત્રણ જ નથી આપતી પણ પાચનક્રિયાને પણ બગાડે છે. જ્યારે ખોરાક યોગ્ય રીતે પચતો નથી, તો કબજિયાત, એસિડિટી, આંતરડામાં ઇન્ફેકશન જેવી  સમસ્યા પણ થઈ શકે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો