Aishwarya Rai Fitness: સુંદરતાનું બીજું નામ ઐશ્વર્યા રાય બચ્ચન છે. જેટલો ગ્લેમરસ છે તેટલો જ સાદગીથી ભરપૂર પણ છે. ઐશ્વર્યા એવી અભિનેત્રી છે જેણે ક્યારેય પોતાના મૂળથી જુદા નથી થઇ પછી  તે ફેમિલીનો મામલો  હોય કે ફિટનેસ


સ્વાભાવિક છે કે સફળતાની આ સફર અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં એશ માટે વધુ મુશ્કેલ હશે. ઐશ્વર્યાએ પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો તેને માત્ર ગ્લેમરસ ડોલ તરીકે જ જોતા હતા, જેના કારણે તેને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.


હાલ ઐશ્વર્યા 48 વર્ષની છે. પરંતુ સુંદરતા અને ફિટનેસના મામલે આજે પણ બોલિવૂડની યંગ એક્ટ્રેસને માત આપે છે.  આશ્ચર્યજનક રીતે, તેના ફિટનેસ રેજીમેન વિશે વાત કરતી વખતે, એશ કહે છે કે તેને જીમમાં જવાનું બહુ ગમતું નથી! ત્યારે ઐશ્વર્યા પોતાની ફિટનેસ માટે શું કરે છે, જાણો અહીં...


ઐશ્વર્યાની ફિટનેસનું રાજ


એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની ફિટનેસ વિશે વાત કરતા એશ કહે છે કે, ‘મને જીમમાં જવાનું બિલકુલ પસંદ નથી. તેના બદલે હું ઘર પર જ  યોગ કરું છું.  તેમજ ડાયટમાં  સાત્વિક અને હેલ્ધી ફૂડ ખાવાનું પસંદ કરે છે. ડાયટમાં કોઇ બાંધ છોડ નથી કરતી’


એશ્વર્યાના દિવસની શરૂઆત


ઐશ્વર્યાને દિવસની શરૂઆત જ યોગથી થાય છે.  યોગ માટે સમય કાઢવો ગમે છે. યોગની સાથે, તે ક્યારેક પાવર યોગા સેશન પણ લે છે. 45-મિનિટનું યોગા સત્ર અને ત્યારબાદ જોગિંગ, બ્રિસ્ક વોક એ ઐશ્વર્યાની દિનચર્યાનો એક ભાગ છે. એશ અઠવાડિયામાં બે વાર જિમ જાય છે ક્યારેક તે ઘરે કાર્ડિયો એક્સરસાઇઝ કરવાનું પસંદ કરે છે.


શું છે ઐશ્વર્યાનો ડાયટ પ્લાન?


ઐશ્વર્યા ફિટનેસને લઈને તેના ડાયટ અને મેટાબોલિઝમનું ધ્યાન રાખે છે. એશ માને છે કે થોડા સમયને અંતરે લેવાતા સ્મોલ મીલ તેમના માટે વધુ મદદરૂપ છે. એટલા માટે તે  લાઇટ અને સ્મોલ મીલ લેવાનુ પસંદ કરે છે.


ઐશ્વર્યા કહે છે કે, હું ગમે તેટલી વ્યસ્ત હોઉં, હું ક્યારેય નાસ્તો છોડતી નથી. ઉપરાંત,  દિવસની શરૂઆતમાં ખાલી પેટે  લીંબુ અને મધનું સેવન નવશેકા પાણીમાં કરૂ છું. આ  પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને વધારાની ચરબી પણ જમા થતી નથી. આની સાથે શરીરને પોષણ પણ મળે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.