Benefits Of Eating Popcorn:રેખાની એવરગ્રીન ફિટનેસ અને સુંદરતાનું રહસ્ય પોપકોર્નમાં છુપાયેલું છે. આ નાના, હળવા અને પફી કોર્ન દાણામાં ઘણી શક્તિ છે. આ જાણ્યા પછી, કદાચ તમે પણ વજન ઘટાડવા માટે તેને ડાયટમાં સામેલ કરશો


શું તમને રેખાની શરૂઆતના દિવસોની ફિલ્મો યાદ છે? જેમાં આજની એવરગ્રીન બ્યુટી મલ્લિકા રેખા બેડોલ જેવી લાગે છે. જ્યારે કેટલીક ફિલ્મો પછી તેનો લૂક બદલાયો જોવા મળે છે. થોડા સમય બાદ જ તે  જ ફિટ અને આકર્ષક દેખાવા લાગી હતી. શું તમે જાણો છો કે રેખાના વજન ઘટાડવાનું અને આ પરિવર્તનનું રહસ્ય શું હતું? રેખાની એવરગ્રીન ફિટનેસ અને સુંદરતાનું રહસ્ય પોપકોર્નમાં છુપાયેલું છે. આ નાના, હળવા અને ફૂલેલા મકાઈના દાણામાં ઘણી શક્તિ છે. આ જાણ્યા પછી, કદાચ તમે પણ વજન ઘટાડવા માટે તેને ખાવાનું પ્રીફર કરશો


રેખાની ફિટનેસનું  રહસ્ય


રેખાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિટનેસનું રહસ્ય શેર કર્યું હતું. રેખાએ પોતે ખુલાસો કર્યો હતો કે, શરૂઆતના તબક્કામાં તેને ઈન્ડસ્ટ્રીમાં જાડી અને કદરૂપી  કહેવામાં આવતી હતી. આ પછી તેણે પોતાને બદલવાનું નક્કી કર્યું. જો કે આ સમયે તે ફિટ રહેવા માટે ખર્ચાળ રીતો અજમાવવા માટે એટલી સક્ષમ ન હતી. આવા સમયગાળામાં તેણે પોપકોર્ન ખાઈને જ પોતાની જાતને બદલી નાખી.


પોપકોર્ન ખાવાના ફાયદા



  • સ્વદેશી રીતે બનાવેલ ફેટ ફ્રી પોપકોર્ન ખાવાના ઘણા ફાયદા છે.

  • પોપકોર્નમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જેના કારણે પોપકોર્ન કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.

  • આ ફાઇબર્સ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. પોપકોર્ન ફાઇબર્સ બ્લડ સુગર અને ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.

  • પોલીફેનોલિક નામનું એક સંયોજન છે જે કેન્સરનું જોખમ ઘટાડે છે. આ સંયોજન પોપકોર્નમાં પણ હાજર છે.

  • પોપકોર્નમાં કેલરીની માત્રા પણ ઘણી ઓછી હોય છે. જેના કારણે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

  • પોપકોર્નમાં આયર્ન અને મેંગેનીઝ પણ સારી માત્રામાં હોય છે.

  • પોપકોર્ન ખાવાથી સંતોષ પણ થઇ જાય છે જેથી  ભૂખ પણ  ઓછી લાગે છે.


પોપકોર્ન ખાવાની સાચી રીત


આજકાલ પોપકોર્ન બનાવવા માટે ઘણા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાદા અને દેશી બનાવટના પોપકોર્ન જ વધુ ઉત્તમ છે.માઇક્રોવેવમાં બનાવેલા પેક અથવા ફ્લેવરવાળા પોપકોર્નવાળા પેકમાં ટ્રાન્સફેટ કે ફેટ વધવાનું જોખમ રહેલું છે. પોપકોર્નને ઓછા તેલમાં કે ઓછા મસાલાવાળા ઘીમાં ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.