Fashion Tips:હાલ લગ્નસરાની ઋતુ ચાલી રહી છે. આ તમામ હિન્દુ તહેવારોને લઈને અને મેરેજ પાર્ટી માટે મહિલાઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે અને ખાસ કરીને લૂકને લઇને વધુ કોન્સિયશ હોય છે. આપ પણ જો આવું યુનિક લૂક ઇચ્છો છો તો અપનાવો આ હેરસ્ટાઇલ
મેસી બન-આ પ્રકારનો મેસી બન સાડી, લહેંગા અથવા અન્ય પરંપરાગત પોશાક પર સરળતાથી બનાવી શકાય છે. તે ખૂબ જ સ્ટાલિશ લૂક આપે છે.
લોન્ગ સોફ્ટ કર્લ હેરસ્ટાઇલ- આવા લાંબા સોફ્ટ કર્લ્સ હેરસ્ટાઇલ કરી શકો છે. આ ટૂંકા વાળની હેરસ્ટાઇલ ખૂબ જ આધુનિક દેખાવ આપે છે. આ હેરસ્ટાઇલ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બંને આઉટફિટમાં ટ્રાઇ કરી શકો છો.
કરીના હેરસ્ટાઇલ- ટ્રેડિશનલ લુક માટે તમે કરીના કપૂરની આ હેરસ્ટાઇલ અપનાવી શકો છો. તેણે તેના વાળને બે ભાગમાં વહેંચીને આગળથી પોનીટેલ બનાવી છે અને પાછળથી વાળ ખુલ્લા રાખ્યા છે.
ખુલ્લા વાળ- સૂટથી લઈને લહેંગા કે સાડી સુધી તમે આ ખુલ્લા વાળની હેરસ્ટાઈલ બનાવી શકો છો. સેન્ટર પાર્ટેડ હેરસ્ટાઈલમાં તમે સોફ્ટ કર્લ્સ આપીને હેરસ્ટાઈલ સાથે ટ્રેન્ડી લુક આપી શકો છો. આ પ્રકારની હેરસ્ટાઈલ સાથે ઈયરિંગ્સ અપનાવી શકાય છે.
ટ્રેડિશનલ લૂકમાં આપ સિમ્પલ અને સોબર લૂક આપતી ફ્રેંચ ચોટી હેરસ્ટાઇલ પણ ટ્રાય કરી શકો છો.
આ હેરસ્ટાઇલ પણ ખૂબ જ કૂલ આપે છે. સાડી સાથે પ્રોફેશનલ લુક આપવા માટે આ બેસ્ટ હેરસ્ટાઈલ છે. આ કોઈપણ પ્રસંગે કરી શકાય છે.
ફ્રંટ ટ્રિવસ્ટેડ હેરસ્ટાઇલ- આખા વાળને ખુલ્લા રાખીને આગળના ભાગમાં વાળને ટ્વિસ્ટ કરો અને પાછળના ભાગમાં પિન કરો. આ હેરસ્ટાઇલ સાડી સાથે ખૂબ જ સુંદર લાગે છે.
Hair Care Tips: મહેંદી લગાવ્યા પછી વાળ સુકાઈ જાય છે? તો આ રીતે આ સમસ્યાનો કરો ઉકેલ
Hair Care Tips: બજારમાં મળતી મહેંદી તમારા વાળનો કુદરતી રંગ બગાડી શકે છે.ઉપરાંત, તે આપના વાળને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. આ કિસ્સામાં, તમારે કેટલીક ટીપ્સનું પાલન કરવું જોઈએ. જેથી તેની સ્મૂધનેસ જળવાઇ રહે છે.
આજના સમયમાં લોકોને નાની ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યા થવા લાગી છે, જ્યારે ઘણા લોકો આ સમસ્યાને છુપાવવા માટે વાળમાં મહેંદી લગાવે છે. પરંતુ ઘણા લોકો પોતાના વાળને સુંદર બનાવવા માટે મહેંદી લગાવે છે. પરંતુ વાળને ચમકદાર અને સુંદર બનાવવા માટે તમારે કેમિકલયુક્ત મહેંદી ન લગાવવી જોઈએ કારણ કે બજારમાં મળતી આવી મહેંદી તમારા વાળનો કુદરતી રંગ બગાડી શકે છે. ઉપરાંત, તે તમારા વાળને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં જણાવીશું કે મહેંદી લગાવ્યા પછી વાળની શુષ્કતા કેવી રીતે દૂર કરવી. ચાલો જાણીએ.
હેરને સુંદર બનાવવા માટે આ રીતે લગાવો મહેંદી
મહેંદી લગાવ્યાં પછી દહીંનો ઉપયોગ કરો
ઘણા લોકો મહેંદી લગાવ્યા પછી સીધા જ શેમ્પૂથી વાળ ધોઈ નાખે છે. તેનાથી વાળ શુષ્ક અને નિર્જીવ થઇ જાય છે.તેથી, જ્યારે પણ તમે વાળમાં મહેંદી લગાવો ત્યારે વાળમાં દહીંનો પેક લગાવો, તેનાથી વાળની ડ્રાયનેસ તો દૂર થશે જ સાથે જ ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થશે. આ માટે એક વાટકી દહીંમાં ઓલિવ ઓઈલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવો.
મેંદીમાં આમળા અને દહીં મિક્સ કરો-
મેંદી લગાવતી વખતે વાળની ડીપ કન્ડિશનિંગ માટે તેમાં આમળા પાવડર અને દહીંનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય જો તમારા વાળ ખૂબ જ શુષ્ક હોય તો તમે ઈંડાની જરદીનો ઉપયોગ કરો, તેનાથી વાળ મજબૂત થશે.
કેળા અને એલોવેરા જેલનો ઉપયોગો
સ્વાસ્થ્યની સાથે વાળની શુષ્કતા ઘટાડવા માટે કેળા તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે મેંદી લગાવ્યા બાદ કેળાનો માસ્ક લગાવો. આ વાળને પોષણ આપશે અને મજબૂત કરશે. તેનાથી તમારા વાળ મુલાયમ થઈ જશે