Women Health:PCOS: પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS). તેને પોલિસિસ્ટિક ઓવરી ડિસઓર્ડર (PCOD) પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે. તેના લક્ષણો, કારણો અને નિવારણ જાણીએ
સ્ત્રીઓના શરીરમાં સામાન્ય કરતાં ઘણા વધુ હોર્મોન્સ બને છે. કેટલીકવાર હોર્મોન્સમાં અસંતુલનને કારણે, ઓવ્યુલેશન થાય છે, જેના કારણે પીરિયડ્સ સમયસર નથી આવતા. તે PCOS હોઈ શકે છે. PCOS (પોલીસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ)ની પણ અંડાશય પર ખરાબ અસર પડે છે, જેનાથી મહિલાઓના પ્રજનન અંગો પર અસર થાય છે. જ્યારે પ્રજનન અંગો પ્રભાવિત થાય છે, ત્યારે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ નથી બનતા, જેના કારણે પીરિયડ્સ અસંતુલિત થઈ જાય છે.
PCOS શું છે તે કેવી રીતે જાણવું
- પ્રથમ લક્ષણ અનિયમિત માસિક સ્રાવ છે
- થાક વધુ લાગવો
- અંડાશયમાં સિસ્ટ
- ઇન્સ્યુલિન પ્રતિરોધ
- ઉચ્ચ ટેસ્ટોસ્ટેરોન સ્તર
- હતાશા અથવા ચિંતા
- વજન વધવું
- ચહેરા પર ખાસ કરીને દાઢી પર વાળ થવા
- ગર્ભઘારણ કરવામાં સમસ્યાઓ
- વાળ ખરવા
- ત્વચા સંબંધિત સમસ્યાઓ
- વર્તનમાં ફેરફાર
- અચાનક હતાશ થઈ જવું
- ચિંતિત થવું
- ચીડિયાપણું
- વારંવાર કસુવાવડ
- જો સ્ત્રીઓમાં આવા લક્ષણો હોય તો તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
PCOS સારવાર
જો આપને આવા લક્ષણો જોવા મળે તો તેને રોકવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરીને આ સમસ્યાથી બચી શકો છો. સવારે કે સાંજે સમય કાઢીને ફરવા જાઓ. ડાન્સ, સ્વિમિંગ, એરોબિક્સ, ઝુમ્બા, યોગ અથવા કોઈપણ પ્રકારની શારીરિક કસરત કરો. સૌથી મહત્વની બાબત એ છે કે તમારે તમારા આહારમાં ફેરફાર કરવો પડશે. આહારમાં પૌષ્ટિક તત્વોનું સેવન કરો. જંક ફૂડ, સ્વીટ, ઓઇલી ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ ટાળો.
Health tips: જમતી વખતે આપને પણ શું પાણી પીવાની આદત છે? તો સાવધાન થઇ શકે છે નુકસાન
આપણા સ્વાસ્થ્યનો હાલ કેવો રહેશો તેનો આધાર થોડા ઘણા અંશે આપની જીવનશૈલી અને આહારશૈલી પર પણ હોય છે. આપ કેવું જીવો અને શું ખાવ છો તેના પણ આપની તંદુરસ્તીનો મદાર હોય છે.
આપ જમતાં-જમતાં કેટલીક ભૂલો કરો છો તો આ બાબત પણ સ્વાસ્થ્ય પર વિપરિત અસર પાડે છે. ખૂબ ચાવીને ન ખાતા હો તો આપને અપચ અને વેઇટ ગેઇન અને ગેસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
આવી જ રીતે જો આપની જમતાં જમતા પાણી પીવાની આદત હોય તો આ ટેવ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જમતાં-જમતા પાણી પીવાથી આપને શું નુકસાન થાય છે. જાણીએ.
પાણી શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પીવું જોઇએ પરંતુ ખાવા સાથે પાણી પીવું હિતાવહ નથી. એ આદત ડાઇજેશનને નુકસાન પહોચાડે છે.
હેલ્થ એક્સ્પર્ટ માને છે કે જમ્યાંને તરત બાદ ક્યારેય પાણી ન પીવું જોઇએ. ભોજનને સારી રીતે પચાવવા માટે જમ્યાના અડધા કલાક બાદ જ પાણી પીવું જોઇએ.
આપણે જમતી વખતે પાણી કેમ ન પીવું જોઈએ, આ માટે પહેલા આપણે ડાયટ પ્રોસેસને સમજવી પડશે. વાસ્તવમાં, ખોરાક મોંમાં પ્રવેશતાની સાથે જ તમે તેને ચાવવાનું શરૂ કરો છો અને પછી તમારી ગ્રંથીઓ લાળ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આપણી લાળમાં ઉત્સેચકો હોય છે જે ખોરાકને તોડી નાખે છે. આ પછી આ ઉત્સેચકો પેટમાં એસિડિક ગેસ્ટ્રિક જ્યુસ સાથે ભળી જાય છે અને જાડા પ્રવાહી બનવાનું શરૂ કરે છે. આ પ્રવાહી નાના આંતરડામાંથી પસાર થાય છે અને પોષક તત્વોને શોષવાનું શરૂ કરે છે.
આ માન્યતા ઘણા લોકોમાં ફેલાયેલી છે કે પાણી પીવાથી પેટમાં એસિડ અને પાચન ઉત્સેચકો પાતળું થાય છે, જેનાથી પાચન સરળ બને છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે. તેનાથી વિપરીત, જમતી વખતે પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં સમસ્યા થાય છે. આનો બીજો ગેરલાભ એ છે કે તમારું પેટ બહાર આવવા લાગે છે અને ધીમે-ધીમે તમને ચરબી મળવા લાગે છે, જેના કારણે બોડી શેપ બગડી જાય છે..
સરળ ભાષામાં સમજીએ તો જમતાં જમતાં પાણી પીવાથી આ પાચનની પ્રોસેસ અવરોધાય છે અને પાચન સારી રીતે અને ઝડપતી નથી થતું. આ કારણે જ જમતી વખતે વચ્ચે પાણી ન પીવું જોઇએ.