Mask For Dark Circle:કોફી અને દૂધમાં મોજૂદ પોષકતત્વો ડાર્ક સર્કલને દૂર કરવામાં કારગર છે. જાણીએ કેવી રીતે અપ્લાય કરવાથી ડાર્ડ સર્કલની સમસ્યા દૂર થશે.
ડાર્ક સર્કલ એક એવી સમસ્યા છે જેનાથી સ્ત્રી અને પુરૂષ બંને પરેશાન છે. કેટલીકવાર ડાર્ક સર્કલની સમસ્યા ઉંઘ ન આવવા, ઓછું પાણી પીવું, ડિહાઇડ્રેશન અને લાંબા સમય સુધી સ્ક્રીન પર રહેવાના કારણે થાય છે. આ કોઈ રોગ નથી, પરંતુ જ્યારે તે આંખોની નીચે થાય છે ત્યારે ચહેરાની સુંદરતા જતી રહે છે. આંખોની આસપાસના ડાર્ક સર્કલ તમારી સુંદરતા પર ડાઘ સમાન બની જાય છે. માર્કેટમાં ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે ઘણી બધી ક્રિમ અવેલેબલ છે. પરંતુ તેની આડઅસરતો છે જ સાથે આ ક્રિમ મોંઘીદાટ પણ છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને ડાર્ક સર્કલ દૂર કરી શકો છો. તેમાંથી એક ઉપાય છે કોફી અને દૂધ. આ બંને ચીજ ડાર્ક સર્કલ દૂર કરે છે અને આંખોની ખોવાયેલી ચમક પણ પાછી લાવે છે.
સામગ્રી
- ગ્રીન ટી બેગ -1
- કોફી – 1 ચમચી
- કાચુ દૂધ – 2 ચમચી
- વિટામિન ઇ – 2 કેપ્સ્યૂલ
- માસ્ક બનાવવાની રીત
- સૌથી પહેલા એક કટોરીમાં ગ્રીન ટીને કાઢી લો
- તેમાં દૂધ અને કોફી મિક્સ કરો
- બાદ તેમાં વિટામિન ઇ કેપ્સ્યૂલનું ઓઇલ ઉમેરો
કેવી રીતે કરશો અપ્લાય
હવો આંખોની આસપાસ પહેલા ક્લિન્ગિં કરો. ક્લિનિંગ માટે આપ કાચુ દૂધ લો, કાચા દૂધમાં કોટન પેડ ડૂબાડીને તેનાથી આંખોની આસાપાસ ક્લિન્ઝિંગ કરો. કાચા દૂધ જેવું કોઇ નેચરલ ક્લિન્ઝર નથી. બાદ તૈયાર કરેલા મિશ્રણમાં કોટન પેડ નાખો અને તેમાનું એકસ્ટ્રા પ્રવાહી નિતારીને તે પેડને આંખોની આસાપાસ લગાવો, 15થી 20 મિનિટ સુધી રહેવા દો બાદ સરક્યુલેશન મોશનમાં મસાજ કરો અને બાદ ઠંડા પાણીથી વોશ કરી લો , આ પ્રયોગ વીકમાં 4 વખત કરો, ધીરે ધીરે આ પ્રયોગથી ડાર્ક સર્કલ દૂર થશે.
કોફી –દૂધ માસ્ક લગાવાના ફાયદા
આ માસ્કથી સ્કિન હાઇડ્રેઇટ રહે છે.
આંખની આસપાસની સ્કિનનો ગ્લો વધે છે.
ઝુરિયા અને ફાઇન લાઇન્સને પણ દૂર કરી શકાય છે.
કોફી એક નેચરલ એન્ટી ઓક્સિડન્ટ છે. જે સ્કિનને ટાઇટ રાખે છે.
વધતી ઉંમરની અસરને આ માસ્ક ઓછું કરે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.