Health tips : આદુ આયુર્વેદ ગુણોથી ભરપૂર છે. તેનાથી ભૂખ  લાગે છે.  આદુ શરદી, ફ્લૂ જેવા રોગોમાં ફાયદાકારક હોવા ઉપરાંત લૂઝ મોશન અને ફૂડ પોઈઝનિંગમાં પણ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી પાચન શક્તિ જળવાઈ રહે છે.


ઓસ્ટિયોઆર્થરાઇટિસ, સાંધામાં દુખાવો બમારી સામાન્ય છે.આ સમસ્યમાં જો નિયમિત 30 દિવસ સુધી આદુનો રસ પીવામાં આવે તો રાહત મળે છે.


માસિક દરમિયાન મોટાભાગની મહિલાઓને પેટ, કમરમાં દુખાવાની સમસ્યા રહે છે. માસિક દરમિયાન જો સૂકા આદુના પાવડરને એક ચમચી પીવામાં આવે તો માસિક દરમિયાનના થતાં દુખાવાથી રાહત મળે છે.


ખરાબ કોલેસ્ટ્રોલના કારણે હૃદય રોગની સંભાવના રહે છે. જો હાઇ કોલેસ્ટ્રોલવાળી વ્યક્તિ નિયમિત 3 ગ્રામ આદુના પાવડરનુ સેવન કરે તો બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે.


જો આપને ઉલ્ટી થતી હોય અથવા તો વોમિટિં ફિલિંગ થતી હોય તો આ સમસ્યામાં પણ આદુ અથવા તો તેના પાવડરનું સેવન હિતકારી છે. આ સમસ્યાથી છૂટકારો મળે છે.


જો આપની કફની પ્રકૃતિ હોય. વારંવાર શરદી ઉધરસ થઇ જતાં હોય તો 30 દિવસ સુધી 1ટીસ્પૂન આદુના પાવડરનું સેવન કરવાથી શરદી, ઉધરસ અન્ય કફજન્ય રોગોથી છૂટકારો મળે છે. સૂંઠવાળું દૂધ પણ આ સમસ્યામાં અકસીર પ્રયોગ છે.


માઇગ્રેઇનની સમસ્યામાં પણ આદુ કે સૂઢનું સેવન અતિ ઉપયોગી છે. 30 દિવસ સુધી એક ટીસ્પૂન આદુનો પાવડર લેવાથી માઇગ્રેન પેઇનમાં રાહત મળી શકે છે.


વરિયાળીના ટોનરથી મેળવો ગ્લોઇંગ સ્કિન, આ રીતે કરો ઉપયોગ 



  •   વરિયાળી અનેક પોષકતત્વોથી ભરૂપર છે.

  •  ઓક્સિડન્ટ, પોટેશિયમ, કેલ્શિયમ, જિંકથી ભરપૂર

  • વરિયાળી , મેગેનીઝ અને આયરનનો સારો સ્ત્રોત છે

  • બ્યુટી રૂટીનમાં વરિયાળીનો ઉપયોગ કરી શકાય

  • વરિયાળીનું ટોનર સ્કિન માટે ઉપકારક છે

  •  સેલ ડેમેજ,ડાર્ક સ્પોટસ, અને કરચલીને રોકવામાં મદદ કરે છે

  • ગ્લોઇંગ સ્કિન માટે ઘરમાં જ સ્કિન ટોનર બનાવીને તેનો ઉપયોગ કરો

  • ટોનર બનાવવા માટે ઉકળતા પાણીમાં વરિયાળી નાખો 

  •  ત્યારબાદ આ વરિયાળીના  પાણીને  ગાળી લો.

  • આ પાણીમાં થોડા વરિયાળીના તેલના ટીપાં ઉમેરો  

  • આ ટોનરનો ઉપયોગ રાત્રે સૂતા પહેલા કરો, 

  • આ ટોનરથી આપની ત્વતા ચમકવા લાગશે


Disclaimer: abp અસ્મિતા  આ લેખમાં ઉલ્લેખિત પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને ફક્ત સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.