Periods:પીરિયડ્સ દરમિયાન ઘણી વખત એક વાત કહેવામાં આવે છે કે, એક જ પેડને લાંબા સમય સુધી ન યુઝ કરવું જોઈએ. તેનાથી કેન્સરનું જોખમ વધી જાય છે. ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે 4-6 કલાકના અંતરે પેડ બદલવા જોઈએ. પરંતુ હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે કેટલા કલાક પછી પેડ બદલવું જોઈએ?
કેટલાક ડોકટરો અને સંશોધકો કહે છે કે તમારે તમારા પેડને કેટલી વાર બદલવા જોઈએ, તે સંપૂર્ણપણે તમારા પીરિયડ્સના બ્લિડિંગના પ્રવાહ પર આધારિત છે. આનો સાચો જવાબ જાણવા 'આકાશ હેલ્થ કેર'ના ડૉ. સરોજ યાદવે એબીપી લાઈવ હિન્દી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે જે મહિલાઓને ભારે રક્તસ્ત્રાવ થાય છે તેઓએ વારંવાર પેડ બદલવાની જરૂર છે. જ્યારે કોઈને સાવ ઓછું બ્લિડિંગ થાય છે. તે લાંબા અંતરાલ પછી પેડ્સ બદલે તો પણ કોઇ નુકસાન થતું નથી.
'અમેરિકન કોલેજ ઑફ ઑબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ'એ શું કહ્યું?
અમેરિકન કોલેજ ઑફ ઑબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સ (ACOG) ઓછામાં ઓછા દર 4 થી 8 કલાકે પેડ બદલવાની ભલામણ કરે છે. પરંતુ આ ખૂબ જ સામાન્ય મર્યાદા છે. તમે તમારા પેડને કેટલી વાર બદલો છો તે સંપૂર્ણપણે રક્ત પ્રવાહ પર આધાર રાખે છે. તેમજ કઇ ગુણવત્તાના પેડનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ અહીં મહત્વનું છે. કારણ કે જો સારી ક્વોલિટીના પેડ્સનો ઉપયોગ કરવામાં આવે તો તેને તરત જ બદલવું પડતું નથી પરંતુ લાંબા ગેપ પછી જ બદલવું પડી શકે છે.
ગેપ પછી પેડ્સ બદલવું શા માટે જરૂરી છે?
જ્યારે તમે બાથરૂમમાં જાઓ છો, ત્યારે તમારે પેડને એકવાર તપાસવું જોઈએ. જો તે ભીનું થઇ ગયું હોય તો ચેન્જ કરી દેવું જોઇએ. જો તમને લાગે કે પેડ બ્લડથી ભરાઇ ગયું છે તો તરત જ બદલી દેવું જોઇએ.
જો તમને વધારે પડતો પરસેવો અને બેક્ટેરિયાથી બચવું હોય તો તમારે પેડ બદલવું જોઈએ. જો તમે કલાકો સુધી પેડ ન બદલો તો તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. જો તમે પેડ્સથી થતા ચેપથી બચવા માંગતા હોવ તો તમારે સમયાંતરે પેડ્સની તપાસ કરવી જોઈએ. અને તે બદલાવું જોઈએ.સામાન્ય રીતે 4 કલાકે બદલી દેવું જોઇએ..
તમારે દિવસમાં કેટલા પેડ્સનો ઉપયોગ કરવો જોઈએ?
જો કે, એક દિવસમાં કેટલા પેડ બદલવાની જરૂર છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા એક્સ્પર્ટે નથી કરી પરંતુ જો પેડ જાડું હોય તો તે 4-5 કલાક આરામથી ચાલી શકે છે. રાત્રે 7 કલાકની સારી ઊંઘ માટે એક જાડું પેડ પર્યાપ્ત છે.