Women's Day: દુનિયાભરમાં દર વર્ષે 8 માર્ચના રોજ મહિલાઓના સન્માન આપવા માટે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 1909થી થઇ હતી. જો તમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તમારી દિકરીને સ્પેશિયલ ફીલ કરાવવા અને તેની સાથેના સંબંધો મજબૂત બનાવી રાખવા ઇચ્છો છો તો ફોલો કરો આ ટિપ્સ
દિકરી માટે સમય ફાળવો
જો તમે ઇચ્છતા હો કે તમારી દિકરી સાથેના તમારા સંબંધો મજબૂત બને તો સૌથી પહેલા તમારા બિઝી શિડ્યુઅલમાંથી તેના માટે સમય કાઢો. તમે ઇચ્છો તો તમારી દિકરી સાથે આઉટિંગ પ્લાન પણ કરી શકો છો. તેના શોખમાં રસ લો અથવા તેને તમારી સાથે શોપિંગ પર લઇ જાવ. આમ કરવાથી તમે તમારા બાળકની પસંદ-નાપસંદ સારી રીતે સમજી શકશો.
દિકરીની નજરથી વસ્તુઓને જુઓ
તમે મોટા છો તો જરૂરી નથી કે તમે હંમેશા સાચા જ હો. જમાના સાથે તમારા વિચારો અને દુનિયાને જોવાની નજર પણ બદલો. ઘણી વખત નાની ઉંમરના લોકો તમને મોટી સલાહો આપી જતા હોય છે. દિકરીના વિચારોને પણ મહત્ત્વ આપો.
સ્વતંત્રતા પણ આપો
જો તમે તમારા બાળક સાથે કોઇ પણ વાત ખુલીને શેર કરો છો તો તે તમારાથી ક્યારેય પણ કોઇ વસ્તુ છુપાવશે નહીં.બાળકોને પોતાની વાત કહેવાની આઝાદી આપો. તેમને સ્પેસ આપો, સ્વતંત્રતા આપો. જે રીતે બાળકો પોતાના પેરેન્ટ્સ પર વિશ્વાસ રાખે છે, તે રીતે તમે પણ તમારા સંતાન પર વિશ્વાસ રાખો.
દિકરીના નિર્ણયનું સન્માન કરો, તેને મિત્ર બનાવો
દિરીના નિર્ણયનું સન્માન કરો. તેની વાત ધ્યાનથી સાંભળો. આમ કરવાથી તેને સાચા-ખોટાનો ભેદ સમજ આવશે. ભવિષ્યમાં તેને સાચા નિર્ણયો લેવામાં મદદ મળશે. ઘરના નિર્ણયોમાં પણ તેને સામેલ કરો. તમારી દિકરીને તમારી મિત્ર બનાવો. તે તમારી સાથે તેના સિક્રેટ શેર કરે તો તમે તેને સિક્રેટ જ રાખો.
દીકરીને સંપૂર્ણ સ્વતંત્રતા આપો
બાળકો અને માતાપિતા વચ્ચેનો સંબંધ ત્યારે જ મજબૂત બની શકે છે જ્યારે તેઓ બાળકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપે. જેમ બાળકો તેમના માતા-પિતા પર વિશ્વાસ રાખે છે. તેવી જ રીતે માતા-પિતાએ પણ તેમના બાળકો પર વિશ્વાસ કરવો જોઈએ. એક માતા તરીકે તમને તમારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. તેને પોતાની મરજી પર જીવન જીવવા દો. તમારા મૂલ્યોમાં વિશ્વાસ રાખો અને દરેક યોગ્ય પગલા પર તમારી દીકરીને ટેકો આપો. જો તેણી તેની ઈચ્છા મુજબ કંઈક કરવા માંગે છે. તો તેને ટેકો આપો.