Skin Care Tips:ઉનાળામાં ત્વચાનો ગ્લો યથાવત રાખવો અને ત્વચા તરોતાજા રાખવી તે એ કોઈ પડકારથી કમ નથી.  જો તમે યોગ્ય રીતે નિયમિત  ત્વચાની સાર  સંભાળ લેશો તો ચોક્કસપણે આ શક્ય છે.  ઉનાળામાં બીટરૂટનો ઉપયોગ કરીને તમે ત્વચાને સ્વસ્થ બનાવી શકો છો. કારણ કે બીટરૂટને ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેમાં જોવા મળતું એન્ટીઓક્સીડેન્ટ ત્વચા પર ઉંમરના સંકેતો દેખાવાથી રોકે છે, જ્યારે તેમાં લાઈકોપીન નામનું એન્ઝાઇમ પણ હોય છે જે ત્વચામાં લચીલાપણું લાવવામાં મદદ કરે છે.બીટરૂટ બનાવીને આઈસ ક્યુબ્સ અને તેનો સ્કીન પર ઉપયોગ કરવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.આવો જાણીએ આઈસ ક્યુબ બનાવવાની રીત અને તેના ફાયદા.


બીટરૂટ આઇસ ક્યુબ્સ માટેની સામગ્રી



  • બીટરૂટના બે થી ત્રણ ટુકડા

  • એક કપ પાણી

  • લીંબુનો રસ એક ચમચી

  • ગુલાબજળ બે ચમચી

  • આઇસ ક્યુબ રેસીપી


બીટરૂટના આઈસ ક્યુબ્સ બનાવવા માટે સૌપ્રથમ બીટરૂટને છોલીને ઝીણી સમારી લો.હવે એક મિક્સર ગ્રાઇન્ડરમાં બીટરૂટ અને એક કપ પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો.જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય, ત્યારે આ પેસ્ટને એક બાઉલમાં નાખો  અને તેમાં લીંબુનો રસ અને ગુલાબજળ ઉમેરો.બધી વસ્તુઓનું મિશ્રણ તૈયાર કરો અને તેને આઈસ ક્યુબ ટ્રેમાં મૂકો અને 2 કલાક માટે ફ્રીઝમાં રાખો. તૈયાર છે આપનું બીટરૂટ આઇસકયૂબ


આ રીતે કરો અપ્લાય



  • બીટરૂટ ક્યુબ લગાવતા પહેલા ચહેરાને ક્લીંઝરથી સાફ કરો.

  • હવે આઇસ ક્યુબ વડે ચહેરા પર મસાજ કરો.

  • ઓછામાં ઓછા 5 થી 10 મિનિટ સુધી ચહેરા પર મસાજ કરો.

  • પછી ચહેરાને આ રીતે સુકાવા દો, 15 મિનિટ પછી સાદા પાણીથી ચહેરો સાફ કરો અને તેના પર થોડું મોઇશ્ચરાઇઝર લગાવો.


બીટરૂટ આઈસ ક્યુબ્સનો ઉપયોગ કરવાના ફાયદા



  • જો પિમ્પલ્સને કારણે ચહેરા પર ફોલ્લીઓ હોય તો બીટરૂટના બરફના ટુકડા લગાવવાથી ફાયદો થઈ શકે છે.

  • ડાર્ક સર્કલની સમસ્યામાં બીટરૂટ આઈસ ક્યુબ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

  • આ આઈસ ક્યુબથી કરચલીઓ અને ફાઈન લાઈન્સની સમસ્યા પણ ઘટાડી શકાય છે, કારણ કે બીટરૂટ ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદરૂપ થાય છે.


Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.