Delayed Periods: પીરિયડ્સ લેઇટ થવા એ  ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની નિશાની હોઈ શકે છે. જો તમને વારંવાર આવી સમસ્યા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાય તમને તમારી સમસ્યાને કુદરતી રીતે દૂર કરવામાં મદદ કરશે.


જ્યારે આપ  પ્રેગ્નન્સી ઈચ્છતા હોવ ત્યારે જ પીરિયડ્સ મોડા આવે તે સારું છે. જો તમારી પાસે આવું કોઈ આયોજન ન હોય તો તેને હળવાશથી ન લો. કારણ કે, વિલંબનું કારણ શરીરની અંદર વધતી કોઈ મોટી બીમારીનું લક્ષણ હોઈ શકે છે. સામાન્ય રીતે, કેટલીક સ્ત્રીઓને માસિક એક અઠવાડિયા પહેલા અને કેટલીકને તે જ તારીખે આવે છે. જ્યારે કેટલીક મહિલાઓ એક સપ્તાહ મોડી. તમારું પીરિયડ્સનું ચક્ર ગમે તે હોય, જો પીરિયડ્સ આનાથી વધુ મોડું થવાનું શરૂ થયું હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.


ક્યાં કારણે થાય છે પિરિયડ્સ લેઇટ



  • એનિમિયા

  • ગર્ભાશયમાં ફોલ્લીઓ

  • અંડાશયમાં ગઠ્ઠો

  • હોર્મોનલ અસંતુલન

  • સ્તનપાનને કારણે પીરિયડ્સમાં પણ વિલંબ થાય છે.

  • પ્રિ મેનોપોઝ

  • પીરિયડ્સને નિયમિત બનાવવા શું કરવું?


 સામાન્ય રીતે પીરિયડ્સને નિયમિત કરવા માટે હોર્મોનની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે.


મોટાભાગના એલોપેથિક ડોકટરો તમને આ આપે છે. પરંતુ જો તમે આ સમસ્યાને આયુર્વેદિક રીતે દૂર કરવા માંગો છો, તો અહીં જણાવેલ પદ્ધતિ તમને ઘણી મદદ કરશે. આ માટે તમારે દરરોજ મેથીના દાણા અને કાળા તલનું સેવન કરવું જોઈએ.


અજમાવી જુઓ આ ઉપાય


1 ગ્લાસ પાણી લો


એક ચમચી મેથી


1 ચમચી કાળા તલ


5 ગ્રામ ગોળ


1 ચમચી હળદર


આ બધી વસ્તુઓને મિક્સ કરી મધ્યમ તાપ પર 5 મિનિટ સુધી ઉકાળો. આ પછી, ગરમ પીઓ.


જો તમે તેનો સ્વાદ બદલવા માંગો છો, તો તમે તેમાં અડધી ચમચી લીંબુનો રસ ઉમેરી શકો છો. આ સાથે તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે.


ક્યારે અને કેટલી માત્રામાં લેવું?


જો તમે ત્રણ મહિના કે તેથી વધુ સમયથી પીરિયડ્સ ન આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો, તો તમે દરરોજ સવારે આ ચાનું સેવન કરી શકો છો અને 3 મહિના સુધી સતત તેનું સેવન કરી શકો છો.


જો તમને પીરિયડ્સમાં 1 કે 2 મહિના માટે વિલંબ થઈ રહ્યો હોય, તો તમારે પીરિયડ્સની તારીખના 2 અઠવાડિયા પહેલા તેનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.


જો તમારી પીરિયડ્સ 15 થી 20 દિવસ સુધી મોડા આવી  રહી છે, તો તમારા પીરિયડ્સની આગલી તારીખના એક અઠવાડિયા પહેલા આ ચાનું સેવન શરૂ કરવું દેવું જોઇએ


Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો