Weight Loss With Bottle Gourd: વજન ઘટાડવા માટે દૂધીના જ્યુસનું સેવન કરી શકાય છે. તેનાથી આપને ખૂબજ સારૂ રિઝલ્ટ મળશે. તો જાણીએ દૂધીનું કેવી રીતે સેવન કરવાથી થશે ફાયદો


શરીરના વધતા વજનને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને આપ જો ડેસ્ક વર્ક કરતાં હો તો તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે કારણ કે આ પ્રકારની જોબમાં ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ ઓછી થઇ જાય છે.તેથી વજન ઓછું ઘટાડવું મુશ્કેલ થઇ જાય છે. તો આપ પણ આવી જ કોઇ પરેશાનીથી ચિંતિત છો તો દૂધીનું આ ત્રણ પ્રકારે સેવન કરો.


દૂધીના જ્યુસથી આપ વધતા વજનને કન્ટ્રોલ કરી શકો છો. દૂધીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે. જે આપના પેટને લાંબો સમય સુધી ભરેલ રાખે છે. સાથે તેમાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. જેના કારણે દુધી  વજન ઓછું કરવામાં અસકારક  છે.


વેઇટ લોસ માટે દૂધીનું આ રીતે કરો સેવન


વેઇટ લોસ માટે આપ દૂધીનું અનેક રીતે સેવન કરી શકો છો. જાણીએ કેવી રીતે દૂધીનું સેવન કરવાથી વેઇટ લોસમાં ફાયદો થશે.


દૂધીનું જ્યુસ


દૂધીનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા તેને ખમણી લો, ત્યારે બાદ તેના રસને સૂતરાઉ કાપડા કે બ્લેન્ડરમાં કાઢી શકો છો.નિયમિત રીતે ખાલી પેટ દૂધીનું જ્યુસ પીવાથી વજન ઘટે છે.


દૂધીનું સૂપ


દૂધની સ્મૂધી બનાવવા માટે એક મધ્યમ આકારની દૂધી લો.તેમાં ચમટી નમક અને ટામેટું નાખીને પ્રેશર કુકરમાં બાફી લો, બાદ તેને સારી રીતે મિક્સ કરી દો અને ઘીમાં જીરૂ મૂકીને તેને વઘારી લો. દૂધીનું સૂપ તૈયાર છે.


દૂધીની સ્મૂધી


દૂધી સ્મૂધી પણ વેઇટ લોસમાં મદદગાર થાય છે. દૂધીની સ્મૂધી તૈયાર કરવા માટે મધ્યમ આકારની દૂધી લો.એક ચમચી અળસીના બીજ અને કોથમીરના 15થી20 પાન પાન લો, આ તમામ વસ્તુને એક સાથે ગ્રાઇન્ડરમાં પીસી લો, સવારના સમયે ખાલી પેટ આ સ્મૂધીનું સેવન કરો. ઝડપથી વજન ઉતરશે.


 દૂધીના સેવન પહેલા આ સાવધાની રાખો


આ રીતે દૂધીનું જ્યુસ આપને વેઇટ લોસમાં મદદ કરે છે. જો કે દૂધીનું સેવન કરતા પહેલા એક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દૂધી કડવી ન હોવી જોઇએ. દૂધીનું જ્યુસ, સ્મૂધી, કે સૂપ બનાવતા પહેલા તે કડવી નથીને તે ખાસ ચકાસી લો, કડવી દૂધીમાં ઝેર હોય છે અને આવી દૂધીના સેવનથી ઉલ્ટી જેવી સમસ્યા થઇ શકે છે અને તે મોતનું કારણ પણ બની શકે છે.


એક વાત યાદ રાખવી જરૂરી છે કે, દૂધીનું જ્યુસ વેઇટ લોસમાં મદદ ચોક્કસ કરે છે પરંતુ માત્ર દૂધીના જ્યુસથી વેઇટ લોસ નથી કરી શકાતું. આ સાથે એક્સરસાઇઝ, ડાયટિંગ અને નિયમિત ઉંઘ અને લાઇફસ્ટાઇલમાં વેઇટ લોસ માટે  ફેરફાર કરવા પણ  જરૂરી છે.


 


 


 


 


 


 


 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.