Home Remedy For Black Neck: આપ એક પણ  રૂપિયો  ખર્ચ્યા વિના  આ ઘરેલું ઉપાયોની મદદથી ગરદનની કાળાશથી છુટકારો મેળવી શકો છો.  જાણીએ ઘરેલુ સરળ ઉપાય 


જો આપ પણ  ગરદનની કાળાશથી પિડીત હો તો   એવા  કેટલાક ઘરેલું ઉપાય છે. જેનાથી ગરદનની કાળાશને દૂર કરી શકાય છે આ ઘરેલું ઉપાયોથી તમે કોઈપણ પૈસા ખર્ચ્યા વગર ઘરગથ્થુ વસ્તુઓ વડે ગરદનની કાળાશને દૂર કરી શકો છો.


ડાર્ક નેક માટે લીંબુ અને ચણાનો લોટ શ્રેષ્ઠ


ગરદનની કાળાશને દૂર કરવા માટે લીંબુ અને ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક સ્વચ્છ વાસણમાં થોડો ચણાનો લોટ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને આખી ગરદન પર 20 મિનિટ માટે લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને પાણીથી સારી રીતે સાફ કરી લો. તમે અઠવાડિયામાં બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરી શકો છો.


કાળી ગરદન માટે લીંબુ અને હળદર શ્રેષ્ઠ


જો તમે ઘરગથ્થુ નુસખામાં માનતા હોવ તો તમારી ગરદનની કાળાશ દૂર કરવા માટે આ રેસિપીને એકવાર અવશ્ય અનુસરો. આ માટે તમારે એક ચપટી હળદરમાં લીંબુનો રસ મિક્સ કરવો પડશે. હવે આ પેસ્ટને ગરદન પર સારી રીતે લગાવો. હવે 5 મિનિટ પછી તેને પાણીથી સારી રીતે સાફ કરી લો. અથવા ભીના કપડાથી સાફ કરો. સારા પરિણામો માટે, તમારે ઉપરોક્ત ઉપાયો અઠવાડિયામાં બે વાર લાગુ કરવા જોઈએ


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.