Skin Care:આપણા રસોડામાં મોજૂદ કેટલીક વસ્તુઓ અનેક રીતે ઉપયોગી છે. માત્ર એક  લવિંગને જ લઇ લો. લવિંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ  મહત્વપૂર્ણ ઘટક છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ચમત્કાર કરી શકે છે. લવિંગથી સ્કિન, હેરની કેર સહિત ગળાના ઇન્ફેકશનમાં પણ કારગર છે. જાણીએ તેના ઉપયોગની ટિપ્સ. ત્વચના ડાઘને પણ તેનાથી દૂર કરી શકાય છે.


ત્વચા માટે આ રીતે કરો લવિંગનો ઉપયોગ


 ફુદીનાનો રસ અને લવિંગના તેલના બે ટીપાં ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થાય છે. નિયમિત નારિયેળ તેલના મસાજથી પણ સ્કિન પરના દરેક પ્રકારના ડાઘને દૂર કરી શકાય છે. દાઝ્યાના નિશાન પણ આ ટિપ્સથી દૂર થાય છે. 


લવિંગના ફાયદા:


લવિંગના ફાયદા- લવિંગનો ઉપયોગ સામાન્ય રીતે આપણા ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે કરવામાં આવે છે. તે આપને અંદરથી હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને અનિદ્રા, અસ્થમા જેવી ઘણી બીમારીઓથી આપનું  રક્ષણ કરે છે.


સ્વસ્થ શરીર માટે લવિંગનો ઉપયોગ કરો આ રીતે


લવિંગ, તુલસી અને આદુનો ઉકાળો બનાવો. આ ઉકાળો રોગને દૂર કરવામાં મદદ કરે છે અને શરીરને તરોતાજા રાખે છે.


ચા બનાવવા માટે ઉકળતા પાણીમાં થોડું લવિંગ મિક્સ કરો. લવિંગ યુક્ત ચા પીવાથી  ગળામાં ખરાશ, ખાંસી અને શરદીથી રાહત મળે છે


દાંત માટે લવિંગનો ઉપયોગ


જો આપના દાંતમાં દુખાવો થતો હોય તો લવિંગનો ઉપયોગ કરો. આ માટે  લવિંગને દાંતની નીચે દબાવીને ચુસવાથી થોડા સમય માટે દુખાવામાં આરામ મળશે.  


વાળ માટે લવિંગનો ઉપયોગ


લવિંગને નાળિયેર તેલથી ગરમ કરો અને તે તેલથી તમારા માથાની ચામડીની માલિશ કરો. આમ કરવાથી તમારા વાળ મજબૂત થશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો


આ પણ વાંચો 


રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત, ભાવનગરમાં અને વડોદરમાં એક-એક વ્યક્તિએ ગુમાવ્યા જીવ


Important Rule changes in August: ક્રેડિટ કાર્ડથી લઇને ITR સુધી, ઓગસ્ટમાં થઇ રહ્યા છે આ પાંચ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર કરશે અસર


Edible Oil: ખાદ્યતેલના ભાવ એક વર્ષના તળિયે, જાણો કેટલું થયું સસ્તું, મોદી સરકારે સંસદમાં લેખિતમાં આપી માહિતી


Netweb Technologies IPO: નેટવેબ ટેક્નોલોજિસ આઈપીઓનું બમ્પર લિસ્ટિંગ, સ્ટોક 89% પ્રીમિયમ પર થયો લિસ્ટ