Skin Care Tips:દહીં ખાવાના આમ તો ઘણા ફાયદા છે, પરંતુ શું તમે જાણો છો કે તમે દહીંથી ફેસ પેક બનાવી શકો છો જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.


આપણે બધા જાણીએ છીએ કે દહીં ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ શું તમે જાણો છો કે તમે દહીંથી ફેસ પેક બનાવી શકો છો જે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમને જણાવી દઈએ કે દહીંમાં લેક્ટિક એસિડ, ઝિંક અને મિનરલ્સ હોય છે જે તમારી ત્વચાની ચમક વધારે છે. દહીંથી બનેલો ફેસ પેક લગાવવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ જેમ કે ખીલ, ટેનિંગ અને કરચલીઓ દૂર થાય છે. ઉનાળામાં દહીંનો ફેસ પેક લગાવવાથી ત્વચાને ઘણી ઠંડક મળે છે અને સાથે જ તમારો ચહેરો પણ ચમકવા લાગે છે.


દહીં અને મુલતાની મિટ્ટી ફેસ પેક


 દહીં અને મુલતાની મિટ્ટી ફેસ પેક બનાવવા માટે તમારે એક ચમચી દહીં, બે ચમચી મુલતાની માટી અને એક ચમચી એલોવેરા જેલની જરૂર પડશે.


બનાવવાની રીત


આ પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં ત્રણેય ઘટકોને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવી ને  બરાબર 15 મિનિટ સુધી રહેવા દો. પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો અને ત્યારબાદ  ચહેરા પર ગુલાબજળ લગાવવાનું ભૂલશો નહીં.


દહીં અને ઓટ્સનો ફેસ પેક


દહીં અને ઓટ્સનો ફેસ પેક બનાવવા માટે તમારે 2 ટેબલસ્પૂન દહીં અને એક ટેબલસ્પૂન ઓટ્સ પાવડરની જરૂર પડશે.


બનાવવાની રીત


આ ફેસ માસ્ક બનાવવા માટે ઓટ્સ પાવડર અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા અને ગરદન પર લગાવો. 15 મિનિટ પછી તેને સ્વચ્છ પાણીની મદદથી ધોઈ લો. આ પેસ્ટ લગાવવાથી ત્વચાની ગંદકી સાફ થઈ જાય છે.


દહીં અને ટામેટાંનો ફેસ પેક


 દહીં અને ટામેટાંનો ફેસ પેક બનાવવા માટે તમારે અડધો ટમેટાંનો રસ, એક ચમચી દહીં અને લીંબુના રસના થોડા ટીપાં જોઈશે.


બનાવવાની રીત


આ ફેસ પેક બનાવવા માટે આ બધી સામગ્રીને મિક્સ કરો. હવે બ્રશની મદદથી પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. 10 થી 15 મિનિટ પછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો. આ પેસ્ટને લગાવવાથી ત્વચાની ટેનિંગ દૂર થશે અને સાથે જ તમારી ત્વચાની ચમક પણ વધશે.


ઈંડા અને દહીંનો ફેસ પેક


 ઈંડા અને દહીંનો ફેસ પેક તમારા ચહેરાની ચમક વધારે છે. આ ફેસ પેક માટે તમારે એક ઈંડાનો સફેદ ભાગ, એક ચમચી ચણાનો લોટ, એક નાનું કેળું અને બે ચમચી દહીં જોઈએ.


બનાવવાની રીત


 આ ફેસ પેક બનાવવા માટે કેળાને મેશ કરો અને પછી તેને બાકીની સામગ્રી સાથે મિક્સ કરો. હવે તેને ચહેરા અને ગરદન પર લગાવો અને સુકાવા દો. આ પેસ્ટને રોજ લગાવવાથી તમારો ચહેરો ચમકશે અને સાથે જ તમારી ત્વચા પણ કોમળ બની જશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.