Fitness Tips for Women: મહિલાઓએ પોતાના પતિ, બાળકો અને ઘરની સંભાળ રાખવાની સાથે પોતાની પણ કાળજી લેવાની હોય છે. પરંતુ આજકાલ લગભગ દરેક ઘરમાં મહિલાઓ (women) વર્કિંગ છે. કામની સાથે સાથે તેમને અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ ( Fitness Tips for Women) તેમના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને, જ્યારે તેમની ઉંમર 30 વર્ષથી વધી જાય છે


ઘણી વખત મહિલાઓ ફિટ રહેવા માટે સર્જરીનો સહારો લે છે, જેની ઘણી આડઅસર થાય છે. તમારી રોજિંદી જીવનશૈલીમાં સ્વસ્થ આદતોને ફોલો કરો.  આવો અમે તમને કેટલીક હેલ્ધી ટેવો વિશે જણાવીએ, જેની મદદથી તમે સ્વસ્થ રહી શકો છો.


હાડકાં મજબૂત રાખો


30 વર્ષની ઉંમર પછી હાડકાની ડેન્સિટી ઓછી થવા લાગે છે. પરંતુ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં બોન માસ્ક ઓછો હોય છે. આવી સ્થિતિમાં ઓસ્ટિયોપોરોસિસની અસર મહિલાઓમાં વધુ જોવા મળે છે. ઘૂંટણના દુખાવાની સમસ્યા પણ ઉંમર વધવાની સાથે શરૂ થાય છે. તમારા હાડકાંને મજબૂત રાખવા માટે તમારા આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડીનો સમાવેશ કરો. તમારા આહારમાં ઈંડા, દૂધ અને ચીઝનો સમાવેશ કરો.


પાણી પીવો


સ્વસ્થ રહેવા માટે મહિલાઓએ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી (water) પીવું જોઈએ. આ શરીરને હાઇડ્રેટેડ રાખશે અને ડિટોક્સિફાય કરશે. પાણી પીવાથી પેશીઓ સ્વસ્થ રહે છે. તેનાથી સ્કિન ગ્લો થાય છે અને પાચનક્રિયા પણ સારી રહે છે.


શારીરિક પ્રવૃત્તિ


કેટલાક લોકોનું વજન 30 વર્ષની ઉંમર પછી વધી જાય છે. આવી સ્થિતિમાં તમારું વજન નિયંત્રણમાં રાખવું જોઈએ. તમારી લાઇફસ્ટાઇલ રૂટીનમાં ફિઝિકલ એક્ટિવીટી સામેલ કરો. તમે સાયકલ ચલાવી શકો છો, રનિંગ કરી શકો છો અથવા કોઈપણ આઉટડોર ગેમ રમી શકો છો. જો તમારે હેવી વર્કઆઉટ ન કરવું હોય તો સવારે કે સાંજે વોક કરો. તમે જીમમાં પણ જઇ શકો છો


આ વસ્તુઓથી દૂર રહો


30 પછી પણ ફિટ અને હેલ્ધી રહેવા માટે જંક અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું જોઈએ. આ ખૂબ ઓઇલી હોય છે, જે તમારા કોલેસ્ટ્રોલને વધારી શકે છે. જેના કારણે શરીરનું મેટાબોલિઝમ પણ બગડવા લાગે છે. ફિટ રહેવા માટે મહિલાઓએ ધ્યાન અને યોગ કરવો જોઈએ.