Travelling During Menstruation: જો આપ પીરિયડ્સ દરમિયાન મુસાફરી કરી રહ્યા છો, તો આ કેટલીક ટિપ્સ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આનાથી તમે તમારી યાત્રા દરમિયાન આવનારી પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો.


સ્ત્રીઓ ઘણીવાર પીરિયડ્સ દરમિયાન મુસાફરી કરવાનું ટાળે છે. પરંતુ ઘણી વખત એવું થતું નથી અને કેટલીકવાર મુસાફરી દરમિયાન પણ પીરિયડ્સ શરૂ થઈ જાય છે. સવાલ એ છે કે, જો આપને  મુસાફરી કરવી જ હોય ​​તો એવા કયા ઉપાયો અપનાવવા જોઈએ જેનાથી આ સમય દરમિયાન સમસ્યાને અમુક હદ સુધી ઓછી કરી શકાય. સૌ પ્રથમ, તમે જ્યાં જઈ રહ્યા છો તે સ્થળનું  હવામાન જુઓ. ઉષ્ણકટિબંધીય સ્થળોએ ભેજ વધુ હશે, જ્યારે સૂકી જગ્યાએ વિવિધ પ્રકારની તૈયારી કરવી પડશે.તો જાણીએ કે પિરિયડ્સ દરમિયાન કઇ ટિપ્સ આપના સફરને આસાન બનાવશે.


હેન્ડ બેગમાં હંમેશા ઈમરજન્સી કીટ રાખો


આપ આપના  બેગમાં ઈમરજન્સી કીટ તૈયાર રાખો. આ કીટમાં ડિસ્પોઝિબલ બેગ્સ,  નેપકિન્સ, વાઇપ્સ, વેટ વાઇપ્સ, નાનુ ટોઇલેટ રોલ જરૂર રાખો.  વેટ વાઇપ્સથી આપ ફ્રેશ ફીલ કરશો. ડિસ્પોઝલ બેગથી  નેપકિનને ડમ્પ કરવાની જગ્યા ન હોય, તો અલગથી રાખી શકો છો અને ડ્સ્ટબિન મળતા  નિકાલ કરી શકો છો.


આપની સાથે હીટિંગ પેડ અથવા ગરમ બેન્ડ રાખો


આ દરમિયાન દુખાવો મોટાભાગની મહિલાઓને પરેશાન કરે છે આ માટે ટ્રાવેલમાં  પાણીની બોટલ  શેક માટે રાખવી  મુશ્કેલ છે. આ કિસ્સામાં, તમે હીટિંગ પેડ્સ અથવા ગરમ બેન્ડ સાથે લઈ શકો છો. તેને પેટમાં બાંધવાથી સ્નાયુઓના દુખાવા, ખેંચાણ અને તાણથી ઘણી હદ સુધી રાહત મળે છે.


મેસ્ટ્રુઅલ કપ વધુ કારગર


મુસાફરી દરમિયાન નેપકિન્સ કરતાં માસિક કપ વધુ મદદરૂપ સાબિત થાય છે. એક, તેને ઝડપથી બદલવાની જરૂર નથી રહેતી તો બીજું ટ્રાવેલમાં પેડથી સ્કિન રેશિસ, ખંજવાળ થઇ શકે છે. જ્યારે મેસ્ટ્રુઅલ કપથી આવી કોઇ સમસ્યા નથી થતી.


 પીરિયડ અન્ડરવેર ઉપયોગી સાબિત થાય છે


મુસાફરી દરમિયાન પીરિયડ અન્ડરવેર અને મેન્સ્ટ્રુઅલ કપનું કોમ્બિનેશન તમને ઘણી રાહત આપી શકે છે. તેનાથી તમે ઓછા સામાન સાથે મુસાફરી કરી શકો છો અને વધુ સેફ ફીલ કરી શકો છો.


પેઇન કિલર અને મૂડ લિફ્ટ ફૂડ


કેટલીકવાર કેટલીક સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન ખૂબ દુખાવો થાય છે. આવી સ્થિતિમાં, ડૉક્ટરની સલાહ પર તમારી સાથે પેઇન કિલર પણ રાખી શકો છો. ઉપરાંત  બેગમાં કેટલીક એવા કેટલાક ફૂડ રાખો કે જે સ્વિંગ  મૂડની સ્થિતિમાં આપની મદદ કરે.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય  લો.