Period Leave: પિરિયડસ દરમિયાન અસહ્ય પેઇનનો સામનો કરતી મહિલાઓને પિરિયડ્સ લિવ મળશે.
મેન્સ્ટૂઅલ લિવનો ઉદેશ મહિલોને રાહત આપવાનો છે. જેને પિરિયડ્સમાં મોટા ભાગે અસહ્ય દુખાવાનો સામનો કરવો પડતો હોય છે.
પિરિયડ્સ દરમિયાન મોટાભાગની મહિલાઓને અસહ્ય દુખાવાનો સામનો કરવો પડે છે. આ દુખાવો તેની રોજિંદી જિંદગીને પણ પ્રભાવિત કરે છે. સ્પેન એવો પહેલો પશ્ચીમી દેશ બની રહ્યો છે, જે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન મેસ્ટ્રુઅલ લિવ આપશે. આ રજા દર મહિને 3 દિવસની હોઇ શકે છે.
સંસોધિત નીતિ હેઠળ સ્પેનના સ્કૂલમાં જરૂરિયાતમંદ યુવતીઓને સેનેટરી પેડ પણ આપશે. સ્પેનની મહિલાઓની માંગણી છે કે, સેનેટરી પેડ અને ટેમ્પોનના વેચાણ પણ વેટને હટાવવામાં આવે,.
આ દેશ પિરિયડ્સ લિવ ઓફર કરે છે
જાપાન , દક્ષિણ કોરિયા,ઇન્ડોનેશિયા, જામ્બિયા રાષ્ટ્રીય સ્તર પર માસિક ધર્મની રજાની ઓફર કરે છે.તો સંયુકત રાજ્યની કેટલીક કંપની પણ પિરિયડ્સમાં માસિક ધર્મમાં ત્રણ દિવસ રજાની સુવિધા આપે છે.
ભારતમાં કેટલીક કંપનીઓ પીરિયડ લીવ ઓફર કરે છે પરંતુ જો કે પિરિયડસ લિવને લઇને ઘણા વિરોધાભાસી મંતવ્યો પણ છે. કેટલીક મહિલાઓ કહે છે કે આનાથી કાર્યસ્થળે ભેદભાવ થાય છે. ગયા વર્ષે જુલાઈમાં ઉત્તર પ્રદેશમાં મહિલા શિક્ષકોના એક સંગઠને શિક્ષિકા માટે ત્રણ દિવસની પિરિયડ્સ લિવ રજાની માંગણી કરતું અભિયાન ચલાવ્યું હતું.
આ મુદ્દે ગાયનોકોલોજિસ્ટ શું રજૂ કર્યો મત
સ્પેનિશ ગાયનેકોલોજી એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ સોસાયટી કહે છે કે ત્રીજા ભાગની મહિલાઓ તેમના પીરિયડ્સ દરમિયાન ગંભીર પીડાથી પીડાય છે. લક્ષણોમાં પેટમાં તીવ્ર દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અને તાવનો સમાવેશ થાય છે. ઘણી સ્ત્રીઓને માસિક સ્રાવ પહેલા પણ દુખાવો થતો હોય છે.
આ પણ વાંચો
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો
અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી