આમ તો દરેક વ્યક્તિઓ માટે પોષકતત્વો આવશ્યક હોય છે. તેની જરુરિયાત ઉંમર અને આરોગ્ય પર નિર્ભર કરે છે. ઉંમર વધવાની સાથે વ્યક્તિને વધુને વધુ પોષકતત્વોની જરૂર પડતી હોય છે. આ જરૂરિયાતો ઉંમરની સાથે બદલાતી રહેતી હોય છે. વાત કરીએ મહિલાઓની તો તેમને થોડા વધુ વિટામીન અને મિનરલ્સની જરૂર પડે છે કેમકે ઘણી વખત તેઓ પરિવારનું ધ્યાન રાખવાના ચક્કરમાં અને બચત કરવાના હેતુથી પોતાની હેલ્થનું ધ્યાન રાખતી નથી. આ કારણે ઘણી વખત મહિલાઓને આરોગ્યલક્ષી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં હેલ્ધી રહેવા માટે એક ઉંમર બાદ મહિલાઓએ પોતાના રૂટિનમાં આ પાંચ સપ્લિમેન્ટ્સને સામેલ કરવા જ જોઇએ.


વિટામીન બી12


પ્રોટીનકેલ્શિયમ અને અન્ય વિટામીનની જેમ વિટામીન બી12 શરીરના જરૂરી પોષકતત્વોમાં સામેલ છે. શરીરમાં તેનું કામ માત્ર રેડ બ્લડ સેલ્સ અને ડીએનએને જાળવી રાખવાનું છે. તે નર્વસ સિસ્ટમ અને મગજના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. શરીરમાં વિટામીન બી12ની કમીથી મહિલાઓને અનેક સમસ્યાઓ થઇ શકે છે. તેમાં થાક લાગવોહ્રદયની ધડકનો તેજ થવી. શ્વાસની તકલીફપીળી ત્વચાજીભનું લાલ થવુકબજિયાતભુખ ન લાગવીઆંખો નબળી પડવીશરીરમાં નબળાઇ સામેલ છે.


કેલ્શિયમ


કેલ્શિયમ શરીર માટે જરૂરી પોષકતત્વોમાંથી એક છે. દરેક વ્યક્તિના હાડકા અને દાંતને મજબૂત બનાવવામાં કેલ્શિયમ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં તે હ્રદય અને શરીરની માંસપેશીઓ માટે ખૂબ જરૂરી છે. કેલ્શિયમની કમીથી વ્યક્તિને ઓસ્ટિયોપોરોસિસબ્લડપ્રેશરમાંસપેશીઓમાં દુખાવોસાંઘાનો દુઃખાવોહ્રદય રોગ જેવા અનેક રોગ થઇ શકે છે. આવા સંજોગોમાં કેલ્શિયમની કમીને દુર કરવા દુધ અને તેમાંથી બનેલી પ્રોડક્ટ્સને ડાયેટમાં સામેલ કરો.


મેગ્નેશિયમ


મેગ્નેશિયમ શરીર માટે જરૂરી ખનિજ પદાર્થ (મિનરલ્સ)માંથી એક છે. તેનું સેવન કરવાથી ડીએનએ નિર્માણ ઉપરાંત શરીરના મેટાબોલિઝમમાં મદદ મળે છે. તેનાથી વ્યક્તિનું શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે. મેગ્નેશિયમ ચિંતા અને અનિંદ્રાની સમસ્યાને દુર કરીને ઝિંક અને કેલ્શિયમ સાથે મળીને હ્દયમાંસપેશીઓ અને કિડનીને મજબૂત કરવાનું કામ કરે છે.


વિટામીન ડી


વિટામીન ડી એક માત્ર એવું પોષક તત્વ છેજે શરીર સુરજની રોશનીમાંથી પ્રાપ્ત કરે છે. વિટામીન ડી શરીરને સ્વસ્થ રાખે છે. હાડકા અને દાંત તેમજ માંસપેશીઓને મજબૂત બનાવે છે. શરીરમાં આ પોષક તત્વની કમી તમારા હાડકાનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આ ઉપરાંત વિટામીન ડીની કમીથી ડાયાબિટીશહ્રદયરોગમલ્ટીપલ સ્કેલેરોસિસનો ખતરો પણ વધી જાય છે.


ઓમેગા 3


હ્રદયને સ્વસ્થ રાખવા અને મજબૂત બનાવવા માટે ઓમેગા-ફેટી એસિડ ખુબ જ જરૂરી છે. તે એક એવું સપ્લિમેન્ટ છે જેના સેવનથી વ્યક્તિની બ્રેઇન હેલ્થ સારી બને છે અને સાથે સાથે જોઇન્ટ પેઇન પણ ઘટે છે.