Health Tips: આયુર્વૈદમાં એવું ઓષધ છે, જે વધતી ઉંમરના લક્ષણોને રોકી શકે. આયુર્વૈદિક ઔષધથી ત્વચાને પુરતુ પોષણ મળે છે. કેટલીક જડીબુટ્ટી વધતી ઉંમરના લક્ષણોને ઓછી કરે છે. એવા 4 ઓષઘ છે.જે વઘતી ઉંમરની અસરને ઓછી કરે છે.


મોરિંગામાં ડિટોક્સિફાઇંગના ગુણ છે, જે એન્ટી એન્જિંગને દૂર કરવામાં બેહદ પ્રભાવિત છે. મોરિંગા ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવાની સાથે પિંગ્મેટેન્શન સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. મોરિંગાનું ફેસપેક પર લગાવી શકો છો. જે ત્વચાને કરચલીથી મુક્ત રાખે છે.


અશ્વગંધા એક સુપર ફૂડ છે. જે ત્વચાની કોશિકાને બનાવવામાં મદદ કરે છે. તેનાથી સ્કિન ફ્રેશ લાગે છે. તે ત્વચાની અંદરનું કોલેજનને વધારે છે. જેનાથી સ્કિન પર પરત મોટી આવે છે અને ગ્લો આવે છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં અશ્વગંધા મિક્સ કરીને સુકામેવા સાથે પીવો.


લીમડો પ્રાકૃતિક રીતે કોલેજનને વધારે છે. તેમાં એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટરિયલ ગુણ હોય છે. સ્કિનના સ્વાસ્થ્યને સુધારે છે. કરચલીથી સ્કિનને બચાવે છે. લીમડાના તેલનું સ્કિન પર મસાજ કરવાથી સારૂ રિઝલ્ટ મળે છે.





આંબળા વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર છે. જે સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. આંબળાને કાચા પણ ખાઇ શકો છો અથવા તેનું જ્યુસ પણ ફાયદાકારક છે.


વધતી જતી ઉંમરની સ્કિન પર અસર ઓછી કરવા માટે આપણે સૌ પ્રથમ ડાયટ પર ધ્યાન આપવું જરૂરી છે. એવા પાંચ ફૂડ વિશે વાત કરીશું જે સ્કિનને લાંબા સમય સુધી યંગ રાખવામાં મદદ કરે છે. એક રિસર્ચ મુજબ અખરોટમાં મોજૂદ  ઓમેગા 3 ફેટી એસિડ, ઇન્ફેમેશનને ઓછું કરીને સ્કિનના ગ્લોને બનાવી રાખે છે. અખરોટ વિટામિન ઇ,એન્ટીઓક્સિડન્ટ, સેલેનિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. 


સીમલા મિર્ચ બીટા કેરોટીનનો સારો સ્ત્રોત છે. જે શરીરમાં વિટામિન ઈમાં બદલી જાય છે.વિટાનિ ઇ ત્વચા માટે ખૂબ જ મહત્વૂપર્ણ પોષક તત્વો છે. વિટામિન ઇ શરીરમાં  કોલેજનની બૂસ્ટ કરે છે. સીમલા મિર્ચ વિટામીન સીનો પણ સારો સ્ત્રોત છે. જે સ્કિનને ટાઇટ અને રિંકલ ફ્રી રાખવામાં મદદ કરે છે. 


ફૂડ ડેટા સેન્ટ્રલ અનુસાર બ્રોકોલીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ જેમ કે ઝિંક, વિટામિન એ અને વિટામિન સી ત્વચા માટે વધુ ફાયદાકારક છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે બ્રોકોલીમાં સલ્ફોરાફેન નામનું સંયોજન હોય છે, જે ત્વચાના કેન્સરની શક્યતાને ઘટાડે છે. સલ્ફોરાફેન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી પણ બચાવે છે. તેમજ તેની મદદથી ત્વચાનું કોલેજન સ્તર સંતુલિત રહે છે.


ટામેટાં
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ટામેટાંમાં હાજર બીટા-કેરોટિન, લ્યુટીન અને લાઇકોપીન ત્વચા પર સૂર્યના હાનિકારક કિરણોની અસરને ઘટાડવામાં મદદ કરે છે. કેરોટીનોઈડથી ભરપૂર આ ખોરાક સ્વસ્થ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.


ડાર્ક ચોકલેટ
કોકો ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. કોકોમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે તેની ગ્લો જાળવી રાખે છે. ડાર્ક ચોકલેટ એ કોકોનો સ્વાદિષ્ટ સ્ત્રોત છે.પબમેડના અભ્યાસ મુજબ, કોકો ત્વચાને તડકાથી બચાવે છે અને લોહીના પ્રવાહને સંતુલિત કરે છે, જેના કારણે ત્વચાને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો. ડાર્ક ચોકલેટ પસંદ કરો જેમાં ઓછામાં ઓછા 70 ટકા કોકો હોય.


આ પણ વાંચો 


પ્રેગ્નેન્સી દરમિયાન કઈ વસ્તુથી બાળકોને સૌથી વધુ ખતરો ? જાણો