Heart Attack Risks: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18 થી 35 વર્ષની મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જો કે નિષ્ણાતનું માનવું છે કે, હાર્ટ એટેક આવતા પહેલા મહિલાઓનું શરીર કેટલાક સંકેત આપે છે.


બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને વધેલા તણાવથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. હૃદયરોગના હુમલામાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં, હૃદયમાં રક્ત પરિભ્રમણ કરી શકતું નથી. હાલ  મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18 થી 35 વર્ષની મહિલાઓમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે હાર્ટ એટેક આવતા પહેલા મહિલાઓનું શરીર કેટલાક સંકેત આપે  છે. આવી સ્થિતિમાં, તે મહત્વનું છે કે આ લક્ષણોને ઓળખ્યા પછી, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.


સ્ત્રીઓમાં હાર્ટ એટેકના કારણો


હાઇ કોલેસ્ટ્રોલ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર મહિલાઓને હાઈ કોલેસ્ટ્રોલથી બચાવે છે, પરંતુ મેનોપોઝ પછી મહિલાઓમાં એસ્ટ્રોજનનું સ્તર ઘટવા લાગે છે, જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.


હાઈ બ્લડ પ્રેશર


સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર હોવું તે એકદમ સામાન્ય છે, જે હાર્ટ એટેક તરફ દોરી શકે છે. આ સિવાય કેટલીક મહિલાઓ  ગર્ભ નિરોધની  ગોળીઓ લે છે, જેનાથી હૃદય પર વિપરીત અસર થાય છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.


માનસિક સમસ્યાઓ


પુરૂષો કરતાં મહિલાઓ તણાવ, ચિંતા અને ડિપ્રેશનનો શિકાર વધુ બને છે. આ કારણે મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સિવાય અનેક પ્રકારની માનસિક સમસ્યાઓ આના કારણે વધી જાય છે.


સ્થૂળતા અને ડાયાબિટીસ


સ્થૂળતા અને ડાયાબિટીસ પણ સ્ત્રીઓમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ સિવાય કેન્સર કે કિડની ફેલ્યોર જેવી સ્થિતિમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.


સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો



  • હાડકામાં દુખાવો.

  • છાતીમાં દુખાવો, બળતરા

  • ચક્કર અને નબળાઇ

  •  માથાનો દુખાવો

  • શ્વાસ લેવામાં તકલીફ.

  • હાર્ટ બીટ વધી જવા


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.