Skin Care Tips:પાર્લરમાં વપરાતી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ બહુ ઓછા લોકોને માફક આવે છે.  તેના સ્થાને, એક સસ્તું ફૂલ તમારા ચહેરાને કુદરતી નિખાર આપી શકે છે. બારમાસીના આ ફુલમાં સૌદર્યવર્ધક ગુણોનો ખજાનો છે.


દરેક લોકો  વૃદ્ધાવસ્થાની અસરને ઓછી કરવા માટે મોંધી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા ઇચ્ચે છે  પરંતુ ટ્રીટમેન્ટ બાદ નિખાર આવે તે નેચરલ અને કાયમી નથી હોતો પરંતુ નેચરલ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો કુદરતી નિખાર આવે છે.


બારમાસીના ફુલ ત્વચાની સમસ્યાઓ માટે રામબાણ ઇલાજ  છે. તેને ચહેરા પર લગાવવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતી સમસ્યાઓ ઓછી થાય છે. તેના ઉપયોગથી ચહેરાની કરચલીઓ, ફાઈન લાઈન્સ, ડાર્ક સ્પોટ અને આંખોની નીચે ડાર્ક સર્કલ ઓછા થાય છે.


આ ફૂલની પેસ્ટને ચહેરા પર લગાવવાથી ધીમે-ધીમે પિમ્પલ્સ દૂર થઈ જાય છે અને ત્વચામાં એક અલગ જ ચમક આવે છે.


આપ બારમાસીના ફુલને ગુલાબ જળ સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ફેસ પર લગાવો. 30 મિનિટ બાદ મસાજ કરતા કરતા આ પેસ્ટ દૂરીને ફેસ વોશ કરી લો.


બારમાસીના  ફૂલોને પીસીને પેસ્ટ બનાવો. તમે આ પેસ્ટમાં દૂધ પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 30 મિનિટ બાદ ફેસ વોશ કરી લો.


ડેન્ડ્રફની સમસ્યાં પણ બારમાસીનો પ્રયોગ કરાગર છે. આપ લીમડાના પાન સાથે બારમાસીના ફુલને પીસીને પેસ્ટ બનાવી લો અને તેને વાળ પર લગાવો, એક કલાક બાદ હેર વોશ કરી લો હેર લોસ, ડ્રર્ડફથી રાહત મળશે.


Summer Health Tips: ગરમીમાં નારિયેળ પાણી પીવાના અદભૂત છે ફાયદા, ડાયટ રૂટીનમાં અચૂક કરો સામેલ


ઉનાળાની ઋતુમાં નારિયેળ પાણી પીવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.તે ઓછી કેલરીવાળું પીણું છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એમિનો એસિડ જેવા ઘણા મોટા પોષક તત્વો મળી આવે છે, જે ઘણી બીમારીઓને દૂર કરી શકે છે.


નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે, જે શરીરને એનર્જી આપવાનું કામ કરે છે, જેના કારણે શરીરને ઘણી એનર્જી મળે છે.તે થાક અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે.


હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકાય છે. તેમાં હાજર વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.


કોલેસ્ટ્રોલ અને ફેટ ફ્રી હોવાને કારણે તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે, તેની એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો રક્ત પરિભ્રમણ પર સકારાત્મક અસર કરે છે.


ઉનાળામાં ડીહાઈડ્રેશનને કારણે માથાનો દુખાવોની સમસ્યા ઘણી વાર થાય છે, આવી સ્થિતિમાં નારિયેળનું પાણી પીવું શરીરમાં તરત જ ઈલેક્ટ્રોલાઈટ્સ પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે હાઇડ્રેશનનું સ્તર સુધરે છે અને માથાના દુખાવાથી છુટકારો મળે છે.


તેમાં ડાયાબિટીક વિરોધી ગુણો પણ જોવા મળે છે, જે શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.તમે તમારી પાચન પ્રણાલીને સુધારવા માટે નારિયેળ પાણીનું સેવન પણ કરી શકો છો.


નારિયેળના પાણીમાં આવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જેનું સેવન શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. જે લોકો નિયમિતપણે નારિયેળ પાણી પીવે છે તેમને પણ કિડનીમાં પથરી થવાની સંભાવના


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો