Eye Care Tips: આંખોની નીચે આઈ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી આંખોની આસપાસની ત્વચા ડ્રાઇ થતી નથી અને રિંકલ પણ નથી આવતા


આંખોની નીચે આઈ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ. તેના ઉપયોગથી આંખોની આસપાસની ત્વચા ડ્રાઇ થતી નથી અને રિંકલ પણ નથી આવતા


એ સાચું છે કે આંખો એ ભગવાનની સૌથી સુંદર ભેટ છે. જેનાથી  માણસ દુનિયાને જુએ છે. આંખો ખૂબ નાજુક છે. તેથી જ તેમની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શું તમે ક્યારેય અંડર આઈ ક્રીમનો ઉપયોગ કર્યો છે? આ ક્રીમનો ઉપયોગ આંખોની નીચે થાય છે. તેના ઉપયોગથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. આજે આ આર્ટીકલમાં અમે તમને અંડર આઈ ક્રીમ સંબંધિત તમામ મહત્વની બાબતો જણાવીશું.


 ક્યારે અને કેટલી વાર ક્રિમનો ઉપયોગ કરવો જોઇએ


દરેક સ્કિન કેર પ્રોડક્ટ યુઝ કરાવાનો એક સમય હોય છે.  આ અંડર આઈ ક્રીમ પર પણ લાગુ પડે છે. તમારે સવારે અને રાત્રે અન્ડર આઈ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.


ધ્યાનમાં રાખો કે તમારે સવાર અને રાત માટે અલગ-અલગ ફોર્મ્યુલાવાળી ક્રીમનો ઉપયોગ કરવો પડશે. રાત્રે સૂતા પહેલા લગભગ 15 મિનિટ પહેલા ક્રીમ લગાવો અને સવારે તે જ કરો. ચહેરાને સાફ કરવાનું ભૂલ્યા વિના ક્રીમનો ઉપયોગ કરશો નહીં.ઉપરાંત, 20 વર્ષની ઉંમર પછી જ ક્રીમનો ઉપયોગ કરવાનું શરૂ કરો. જો આંખોની નીચેની સ્કિન ડ્રાય લાગે તો આપ તનો વારંવાર પણ ઉપયોગ કરી શકો છો.


કેવી અન્ડર આઇક્રિમ ખરીદશો



  • તમને બજારમાં વિવિધ પ્રકારની અંડર આઈ ક્રિમ મળી જશે. જો કે તમારે એ જાણવું જરૂરી છે કે  કઈ ક્રીમ તમારા માટે યોગ્ય છે. એટલે કે ક્રીમમાં કયા ઘટકો હોવા જોઈએ જેનાથી ત્વચાને ફાયદો થાય.

  • તમારે તે અંડર આઈ ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ જેમાં એસપીએફ ગુણવત્તા હોય. ઉપરાંત, હાઈડ્રોક્વિનોન ધરાવતી ક્રીમ પિગમેન્ટેશનને હળવા કરવામાં મદદ કરે છે.


ઉપયોગ કરવાની રીત



  • આંખની નીચે ક્રીમ લગાવતી વખતે તમારે ખૂબ કાળજી લેવી જોઈએ. જો ક્રીમ આંખોની અંદર જાય છે, તો તે લાલ થવી, ખંજવાળ આવવાની સમસ્યા થઇ શકે છે.

  • સૌ પ્રથમ ચહેરાને સારી રીતે સાફ કરો. આ માટે, તમે હળવા ક્લીંઝરનો ઉપયોગ કરી શકો છો, જેથી ચહેરા પરની ગંદકી સાફ થઈ જાય.

  • હવે આંગળીના ટેરવા પર ક્રીમનું એક ટીપું લગાવો અને આંખોની નીચે લગાવો.

  • ધ્યાન રાખો કે ક્રીમ પાંપણોની નીચે જ ન લગાવવી જોઈએ.

  • જો તમારી આંખોની નીચે ડાર્ક સર્કલ હશે તો તે અંડર આઈ ક્રીમનો ઉપયોગ કરવાથી આ સમસ્યા ઓછી થશે.

  • આંખોની આસપાસ ઝીણી રેખાઓ દેખાવા લાગે છે. આ વધતી ઉંમરની નિશાની છે. આઇ ક્રીમના ઉપયોગથી ફાઇન લાઇન્સ ઓછી દેખાય છે, કારણ કે આ ક્રીમ ત્વચાને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે.

  • આઇ ક્રીમનો ઉપયોગ તમારી ત્વચાને ધૂળ અને ગંદકી જેવા બાહ્ય તત્વોથી સુરક્ષિત કરશે.