શું તમને પણ પીરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે? ફેમસ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ આ પેઇન ઓછું કરવાની ટિપ્સ આપી છે.  તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે,  યોગ દ્વારા આ પ્રકારની પીડામાંથી મુક્તિ મેળવી શકાય  છે.


 


નવી દિલ્હીઃ દરેક મહિને પીરિયડ્સના દુખાવાથી તમામ મહિલાઓ પરેશાન  રહે છે. ઘણી યુવતીઓ માટે, આ પીડા ખૂબ ઓછી હોય છે, તો કેટલીક માટે તે વધુ હોય છે. જો કે કેટલીક યુવતીઓને પીરિયડ્સ દરમિયાન દવા લેવી પડે છે, પરંતુ આપને જણાવી દઈએ કે, આ દવા લેવી તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી. આ દુખાવાથી બચવાના ઘણા ઉપાયો છે, પરંતુ શું તમે જાણો છો કે યોગ કરીને પણ આપ પિરિયડથી મુક્તિ મેળવી શકો છો.  અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેણે કેટલાક યોગો જણાવ્યા છે, જેનાથી  પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાથી રાહત મળી શકે છે.


 


શિલ્પા શેટ્ટીએ વિડિયોમાં યોગના કેટલાક સરળ આસનો  દર્શાવ્યાં છે, જેને અજમાવીને તમને પીરિયડ્સના દુખાવામાં રાહત મેળવી શકો છો.  આ સાથે જ વીડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ મહિલાઓને દર્દથી રાહત મેળવવા માટે ખાસ ટિપ્સ પણ આપી છે. શિલ્પાશેટ્ટીએ  સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે.


 


શિલ્પા શેટ્ટીએ વિડિયોના કેપ્શનમાં લખ્યું છે કે,  “ઘણા વર્ષો સુધી દર મહિને માસિક ધર્મની પીડા સહન કરવી સરળ વાત નથી. ખાસ કરીને જ્યારે તમારી પાસે ઘણી જવાબદારીઓ હોય. આવી સ્થિતિમાં, જો તમે દરરોજ યોગ કરો  તો પિરિડ્સ પેઇનથી રાહત મેળવી શકો છો. આપને જણાવી દઇએ કે,  અભિનેત્રી તેના યોગ માટે પહેલાથી જ ઘણી ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના યોગના વીડિયો શેર કરી ચૂકી છે.


 


અભિનેત્રીએ કહ્યું કે, કેટલાક યોગાસનો પ્રજનન પ્રણાલી અને પેટની માંસપેશીઓનું કાર્ય સુધારવામાં મદદ કરે છે, જેનાથી આપ  માસિક ધર્મના દુખાવાથી રાહત મળે છે. આવો અમે તમને જણાવીએ કે વધતી ઉંમર સાથે વ્યક્તિ પોતાને કેવી રીતે ફિટ અને શેપમાં રાખી શકે છે, શિલ્પા શેટ્ટી તેનું સૌથી મોટું ઉદાહરણ છે.