Skin care Tips:આપણે બધા બદામના ગુણોથી વાકેફ છીએ. દરરોજ સવારે પલાળેલી બદામ ખાવી જોઈએ, આ વાત આપે વડીલો પાસેથી ખૂબ સાંભળી હશે પરંતુ શું તમે જાણો છો કે, બદામનું તેલ લગાવવું પણ ખૂબ જ ફાયદાકારક છે. આવો જણાવીએ કે તેનો કેવી રીતે ઉપયોગ કરવો અને તેના ફાયદા શું છે.
શિયાળો શરૂ થતાની સાથે જ બીમારીઓનો ખતરો મંડરાઈ રહે છે. આટલું જ નહીં, ઠંડીને કારણે ત્વચા પણ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. તેનાથી બચવા માટે લોકો તેલ માલિશ કરવાની સલાહ આપે છે, પરંતુ નારિયેળ અથવા સરસવનું તેલ લગાવવાથી ત્વચા ખૂબ જ તૈલી થઈ જાય છે અને પિમ્પલ્સની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, બદામનું તેલ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે વિટામિન E ના ગુણોથી ભરપૂર છે, જે ત્વચાને પોષણ આપે છે. એટલું જ નહીં તેનું સેવન કરવું પણ ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે પોષક તત્વોથી ભરપૂર બદામના તેલના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો…
બદામનું તેલ લગાવવાના ફાયદા
બ્લેક સર્કલ
સ્ટ્રેસ અને ઉંઘ ન આવવાને કારણે ડાર્ક સર્કલ થવું સામાન્ય બાબત છે. આંખોની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે ઠંડીમાં બદામનું તેલ લગાવવું જોઈએ. આ સાથે દરરોજ હળવા હાથથી આંખોની નીચે મસાજ કરો. તમે થોડા અઠવાડિયામાં જ ફરક જોશો.
કરચલીઓ
બદામના તેલમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે અને આ કારણે તે ત્વચા પરની કરચલીઓ દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા પર માલિશ કરો અને જો તમારી ત્વચા તૈલી ન હોય તો તેને આખી રાત રહેવા દો, નહીં તો અડધા કલાક પછી ધોઈ લો અને ક્રીમ લગાવીને સૂઈ જાઓ.
પિમ્પલ્સ
જે લોકો ખીલ કે પિમ્પલ્સથી પરેશાન છે, તેમણે બદામના તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચામાંથી બેક્ટેરિયા દૂર કરવાનું કામ કરે છે અને છિદ્રોને અંદરથી સાફ કરે છે.
શિયાળામાં મોટાભાગના લોકોની ત્વચા શુષ્ક થઇ જાય છે. એટલું જ નહીં તેમાં લાલાશ અને બળતરા પણ થવા લાગે છે. આવી સ્થિતિમાં બદામનું તેલ લગાવવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેનાથી ત્વચાનું મોશ્ચર જળવાઈ રહે છે અને તેને સારું પોષણ પણ મળે છે.
ડેન્ડ્રફ
શિયાળામાં માત્ર ત્વચા જ નહીં પણ સ્કેલ્પ પણ શુષ્ક થઈ જાય છે અને માથાના સ્કેલ્પ પર ડેન્ડ્રફ થવા લાગે છે જેનાથી વાળ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે બદામના તેલથી માલિશ કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં આ તેલની માલિશ કરો.
ભોજનમાં બદામના તેલનો ઉપયોગ કરો
માત્ર ચહેરા અને વાળ પર લગાવવા માટે જ નહીં, બદામના તેલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. બદામના તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે, જે મગજને તેજ બનાવવામાં મદદ કરે છે. આનાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત રહે છે, કારણ કે આ તેલમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. એટલું જ નહીં, એવું કહેવાય છે કે ડિલિવરી સમયે બદામના તેલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી નોર્મલ ડિલિવરીની શક્યતા વધી જાય છે. આ તેલ માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.