Women health:  PCOSને કારણે, સ્ત્રીઓમાં પીરિયડ્સની સમસ્યા થવા લાગે  છે. એક અહેવાલમાં, એવું પણ જાણવા મળ્યું છે કે જે મહિલાઓને કંસીવ કરવામાં સમસ્યા હોય છે, તેઓ પીસીઓએસનો ભોગ બને છે.


PCOS એટલે કે પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ. આ એક રોગ, જે આજે વિશ્વભરમાં લગભગ 116 મિલિયન મહિલાઓ તેની ઝપેટમાં  છે. WHO ના રિપોર્ટ અનુસાર, PCOS એક એવી સામાન્ય સ્થિતિ છે જે એક ઉંમર પછી સ્ત્રીઓમાં દેખાય છે. આ એક હોર્મોનલ સ્થિતિ છે, જે મોટે ભાગે સ્ત્રીઓના અંડાશયને અસર કરે છે. આ કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સની સમસ્યા શરૂ થાય છે, એક્સ્ટ્રા એન્ડ્રોજન અને પોલિસીસ્ટિક ઓવરી થાય છે, જેમાં ઓવરી મોટી થઈ જાય છે. તેમાં ઘણી બધી પ્રવાહી ભરેલી કોથળીઓ હોય છે, જેને સિસ્ટ કહેવામાં આવે છે. ચાલો જાણીએ કે જ્યારે મહિલાઓને PCOSની સમસ્યા હોય ત્યારે તેમના ચહેરા પર કેવા લક્ષણો દેખાય છે.


મહિલાના ફેસ પર દેખાય છે આ લક્ષણો


જોકે PCOS ના ઘણા લક્ષણો છે. આમાંના કેટલાક પ્રથમ ચહેરા પર દેખાય છે. જ્યારે સ્ત્રીઓમાં એન્ડ્રોજન અથવા પુરૂષ હોર્મોનનું પ્રમાણ વધુ હોય છે, ત્યારે તેના ચિહ્નો ચહેરા પર જોવા મળે છે. એન્ડ્રોજન પીસીઓએસના કારણે  ખીલ દેખાય છે. આ ત્વચાની ગ્રંથિઓને વધુ પડતી સીબુમ ઉત્પન્ન કરવા માટે કામ કરે છે. જે સ્કિનને વધુ તૈલી બનાવે છે જેના કારણએ ખાસ કરેન દાઢી પર ખીલ થાય છે.


PCOSનો ઇલાજ કેવી રીતે કરશો


જે કોઈ મહિલા PCOS ની સમસ્યાથી પરેશાન હોય તો સૌથી પહેલા તેણે પોતાની જીવનશૈલી બદલવી પડશે. જો વજન વધી રહ્યું છે, તો તેને નિયંત્રિત કરવું પણ સૌથી જરૂરી છે. તમે તમારી દિનચર્યામાં કસરત અને પૌષ્ટિક-સંતુલિત આહારનો સમાવેશ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આરોગ્ય નિષ્ણાતોના મતે, જે મહિલાઓ PCOS સાથે સંઘર્ષ કરી રહી છે તેઓએ વધુને વધુ ફળો અને શાકભાજી ખાવા જોઈએ. આ ઉપરાંત, PCOS સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવાનું ભૂલશો નહીં.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.