Women Health Tips: વ્યક્તિએ ઉંમર પ્રમાણે તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓએ 30 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્યની અવગણના ન કરવી જોઈએ. કારણ કે આ ઉંમર પછી શરીરમાં ઘણા ફેરફારો થાય છે. બની શકે કે તમને આ બદલાવ ન દેખાય, પરંતુ જીવનને સ્વસ્થ અને સુખી બનાવવા માટે કેટલીક બાબતે તકેદારી લેવી જરૂરી છે.
ઘણીવાર મહિલાઓ ઘરના અને ઓફિસના કામમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તેઓ મીટિંગ માટે બ્રેકફાસ્ટ સ્કિપ કરી દે છે, તો ઘરના બીજા કામકાજ પૂરા કરવા માટે ક્યારેક લંચ તો ક્યારે ડિનર સ્કિપ કરી દે છે. જેના કારણે તેમને જરૂરી પોષણ મળતું નથી અને તેના કારણે શરીર અનેક રોગોનો શિકાર બને છે. તો ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે મહિલાઓએ વધતી ઉંમરની સાથે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સ્ત્રી માટે ગર્ભધારણ કરવાનો આદર્શ સમય 25 થી 35 વર્ષની વચ્ચેનો છે, અને આ ઉંમર પછી, સ્ત્રીઓના ઇંડાની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થવા લાગે છે. સ્ત્રીઓએ હોર્મોનલ ફેરફારો, અનિયમિત પીરિયડ્સ, ખીલ જેવી અનેક સમસ્યા થાય છે., હિમોગ્લોબિન લેવલ જાળવવા,આયરન, કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવા વિશે સતર્ક રહેવાની જરૂર છે.
ડો. બાગુલે જણાવ્યું હતું કે, ભારતીય આહારમાં પ્રોટીનનો અભાવ છે, આને ધ્યાનમાં મહિલાઓએ તેને ખોરાકમાં લ પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામીન B અને D, ઓમેગા-3 ફેટી એસિડ્સની પૂર્તિ માટે સ્પ્રાઉટ્સ, દૂધ, ચીઝ, ઈંડાથી ભરપૂર ખોરાક લેવો જરૂરી છે.
ફાસ્ટ ફૂડના વધુ પડતા સેવનથી સ્થૂળતા અને હાયપરટેન્શન જેવી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધે છે. વધતી ઉંમરે આવા ખોરાક ખાવાનું ટાળવું અને તંદુરસ્ત ખોરાક ખાવાની જરૂર છે.
આ સિવાય મહિલાઓમાં વિટામિન્સ અને મિનરલ્સની કમી થવી સામાન્ય બાબત છે, તેથી મહિલાઓએ તેલયુક્ત, તળેલું, સોડિયમયુક્ત અને મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ. આ પ્રકારનો ખોરાક વજનમાં વધારો અને એસિડિટી તરફ દોરી શકે છે.
જ્યારે મહિલાઓ 20 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેઓએ નિયમિતપણે ડૉક્ટર અથવા ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લઈને તપાસ કરવી જોઈએ અને તે મુજબની હેલ્થી લાઇફ સ્ટાઇલ અપનાવવી જોઈએ.
Disclaimer: Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો