World Health Day 2023 : 7 એપ્રિલ...એક દિવસ જ્યારે સમગ્ર વિશ્વના લોકો એકબીજાને તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત કરે છે. આ દિવસે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ 'સૌ માટે આરોગ્ય' થીમ પર ઉજવવામાં આવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની સ્થાપના 75 વર્ષ પહેલા 7 એપ્રિલ, 1948ના રોજ થઈ હતી. એટલા માટે આ દિવસે સમગ્ર વિશ્વમાં લોકોને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવામાં આવે છે.


રોગોની સારવારમાં પરીક્ષણોની ભૂમિકા


આજે સમગ્ર વિશ્વમાં લોકો તમામ પ્રકારના રોગો સામે ઝઝૂમી રહ્યા છે. કેટલાક રોગોના લક્ષણો પહેલાથી જ દેખાઈ આવે છે અને તેનો ઈલાજ કરવામાં આવે છે, જ્યારે કેટલાક એવા રોગો છે, જેનો ઈલાજ બિલકુલ થઈ શકતો નથી. આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આ આર્ટીકલમાં અમે તમને એવા જ કેટલાક મેડિકલ હેલ્થ ટેસ્ટ વિશે જણાવી રહ્યા છીએ, જેની મદદથી કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવા જીવલેણ રોગોને શોધીને સમયસર સારવાર કરી શકાય છે.


6 ટેસ્ટથી ખબર પડી જશે જીવલેણ રોગો


બેસિક મેટાબોલિક પેનલ (BMP)


એક હેલ્થ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, આ ટેસ્ટથી લોહીમાં 8 કમ્પાઉન્ડ્સ કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, બાયકાર્બોનેટ, ક્લોરાઈડ, બ્લડ યુરિક નાઈટ્રોજન અને ક્રિએટિનાઈનને શોધી શકાય છે. આ ટેસ્ટની મદદથી ડાયાબિટીસથી લઈને કિડની અને હોર્મોન અસંતુલન સુધીની તમામ બાબતો શોધી કાઢવામાં આવે છે.


કોમ્પ્રીહેન્સિવ મેટાબોલિક પેનલ (CMP)


મેટાબોલિક પેનલને લગતી સમસ્યાઓ શોધવા માટે આ ટેસ્ટની મદદ લેવામાં આવે છે. પ્રોટીન, આલ્કલાઇન ફોસ્ફેટસ, બિલીરૂબિન, ડાયાબિટીસ, કિડની, સિરોસિસ, કેન્સર, હોર્મોન અસંતુલન, લીવર ડેમેજ, પિત્ત સંબંધી અવરોધ, હૃદયની સ્થિતિ અને પિત્તાશયની પથરી શોધી શકાય છે.આ ટેસ્ટ દ્વારા કેન્સર પણ શોધી શકાય છે. જોકે આ માટે કેટલાક વધુ ટેસ્ટ કરવામાં આવે છે.




લિપિડ પેનલ (Lipid Panel)


મેડિકલ રિપોર્ટ અનુસાર લિપિડ પ્રોફાઈલ ટેસ્ટથી હાર્ટ ઈન્ફેક્શન અને સંબંધિત સમસ્યાઓ જાણી શકાય છે. તેની મદદથી, પ્લાઝ્મામાં પ્રોટીન અને અન્ય સંયોજનો શોધી કાઢવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા કોલેસ્ટ્રોલ લેવલ અને ગુડ-બેડ કોલેસ્ટ્રોલ પણ શોધી શકાય છે.


કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ (CBC)


આ પરીક્ષણ રક્તના મુખ્ય કોષોના 10 વિવિધ ઘટકોના સ્તરની તપાસ કરે છે. આમાં લાલ રક્ત કોશિકાઓ, શ્વેત રક્તકણો અને પ્લેટલેટનો સમાવેશ થાય છે. આ ટેસ્ટ દ્વારા હિમોગ્લોબિન અને હિમેટોક્રિટ પણ શોધી કાઢવામાં આવે છે.


થાઇરોઇડ પેનલ (Thyroid panel)


તેને થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આ પરીક્ષણ બતાવે છે કે થાઇરોઇડ કેવી રીતે ઉત્પન્ન થઈ રહ્યું છે. આમાં T3-T4 અને TSH પણ મળી આવે છે.


સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (STI)


આ પરીક્ષણમાં, લોહીના નમૂના લઈને જાતીય ચેપ (STI) શોધી શકાય છે. સચોટ માહિતી માટે વારંવાર પેશાબના નમૂનાઓમાંથી ચેપગ્રસ્ત પેશીઓના સ્વેબ લેવામાં આવે છે. આ સાથે, એચઆઈવી, ક્લેમીડિયા, હર્પીસ અને સિફિલિસ શોધી કાઢવામાં આવે છે.