ચાલુ વર્ષે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભારતના કુલ 80 વિશ્વવિક્રમોનો સમાવેશ કરવામાં આવ્યા છે. કિશોરીના સૌથી લાંબા વાળા, બાઇક બેલેન્સ, સૌથી વધુ ઊંચાઈની પ્રતિમા વગેરનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેર તરીકે કાનપુરે રેકોર્ડ બનાવ્યો છે. આવા ઘણા અદભૂત રેકોર્ડથી તેમને રોમાંચિત કરી શકે છે.
બાઇકમાં સંતુલન
એક જ મોટરસાઇકલમાં 58 લોકોની સવારી. કર્ણાટકની એસીએસ ટોર્નેડો મોટરસાઇકલ ટીમે આ રેકોર્ડ બનાવ્યો છે અને તેની ગિનીઝ બુકમાંસ્થાન મળ્યું છે.
પ્રવાસી દંપત્તિ
ઓડિશાના જોત્સના મિશ્રા અને દુર્ગા ચરણે દેશમાં જાહેર પરિવહન મારફત સૌથી લાંબી મુસાફરી કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. આ દંપત્તિએ 18 ફેબ્રુઆરીથી 20 માર્ચ 2018 દરમિયાન ભારતમાં 29,119 કિમી પ્રવાસ કર્યો હતો.
નવી ઊંચાઈ
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની લોખંડની પ્રતિમાએ સૌથી મોટી પ્રતિમા તરીકે ગિનીઝ બુકમાં સ્થાન મેળવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે જાણીતી આ પ્રતિમા આશરે 597 ફીટ અને એક ઇંચની છે.
રૂબિક ક્યુબના કલાકાર
તમિલનાડુના અરુમુગમ પીકેએ સાઇકલ ચલાવતા ચલાવતા 1,010 રુબિક ક્યુબ સોલ્વ કર્યા હત. મુંબઈના નિખિલે કેસ્ટર બોર્ડમાં સંતુલન જાળવી રાખીને 151 રૂબિક ક્યુબ સોલ્વ કર્યા હતા.
લાંબા વાળ
ગુજરાતીની નિલાંશી પટેલ ટીનેજર તરીકે સૌથી લાંબા વાળનો ગિનીસ રેકોર્ડ ધરાવે છે. આ યુવતીના વાળની લંબાઈ પાંચ ફૂટ અને સાત ઇંચ છે. વાળને સુકાતા દોઢ કલાક લાગે છે.
લોખંડી પેટ
મુંબઈના પંડિત ધયાગુડેએ 212 મોટરસાઇકલનો વજન પેટ પર સહન કરીને વિક્રમ બનાવ્યો હતો. તેમના પેટ પરથી આટલા બાઇક ચલાવવામાં આવ્યા હતા.
સ્ટ્રોમેન
તમિલનાડુના સાલેમના કરત નટરાજને પોતાના મોઢામાં હાથના ઉપયોગ વગર મહત્તમ સ્ટ્રો મુકવાનો રેકોર્ડ બનાવ્યો હતો. નટરાજને પોતાના મોંઢામાં 650 સ્ટ્રોની ગોઠવણ કરીને વિશ્વવિક્રમ બનાવ્યો હતો.
સૌથી લાંબો નખ
પૂણેના શ્રીધર ચિલ્લલ બંને હાથમાં સૌથી લાંબા નખનો રેકોર્ડ ધરાવે છે. આ નખની લંબાઈ 909.6 ઇંચ અથવા 358.1 ઇંચ છે. તમિલનાડુના વી શંકરનારાયણ કાગળના કપના સૌથી મોટા સંગ્રહ માટે પણ રેકોર્ડ બનાવ્યો છે અને તેમની પાસે 736 કપનો સંગ્રહ છે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
World Records: ચાલુ વર્ષે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા આ અદભૂત રેકોર્ડની કદાચ તમને નહીં હોય ખબર, ગુજરાતનું પણ છે નામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Sep 2020 05:36 PM (IST)
World Records 2020: ચાલુ વર્ષે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભારતના કુલ 80 વિશ્વવિક્રમોનો સમાવેશ કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -