Year Ender 2021: કોરોનાનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન  લોકોની લાઇફ સ્ટાઇલ તદન બદલાઇ ગઇ, આ  સમયગાળા દરમિયાન, લોકોએ ઘરની બહાર નીકળવાનું અને તેમના નજીકના અને મિત્રોને મળવાનું લગભગ બંધ કરી દીધું હતું. સંક્રમણથી બચવા માટે  લોકો તેમના ઘરોમાં બંધ હતા. આવી સ્થિતિમાં, ઘણા યુવાનો, જેઓ દરરોજ તેમના મિત્રોને મળતા હતા, અથવા ઓફિસ કર્મચારીઓ કે જેઓ સામાન્ય દિવસોમાં એકબીજા સાથે 8 થી 9 કલાક વિતાવતા હતા, તેઓ મહિનાઓ સુધી એકબીજાને મળી શકયા ન હતા.  આવું પહેલીવાર બન્યું કે, લોકો  લાંબા સમય સુધી અન્ય લોકોના સંપર્કમાં ન આવ્યા. પરિવારના સભ્યો પણ જેઓ અન્ય શહેરમાં કામ અથવા અભ્યાસને કારણે ઘરથી દૂર હતા, તેઓ તેમના માતાપિતા અથવા અન્ય પરિવારના સભ્યોને મળવા માટે ઉત્સુક હતા. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ પણ એકબીજાને જોઈ શકતા ન હતા. આ બધું હોવા છતાં લોકોના સંબંધો વધુ મજબૂત બન્યા. જો કે લોકોએ  એકબીજાના સંપર્કમાં રહેવા માટે ઘણી જુદી જુદી રીતો અપનાવી હતી.


મિટીંગ એપ્સ


કોરોના સમયગાળા દરમિયાન મીટિંગ એપનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો. ઓફિસનું કામ ઘરેથી થયું જેના કારણે આ એપ દ્વારા જ મિટીગો થઇ.  આવી સ્થિતિમાં, રોજિંદા ઓફિસના કામ માટે, કોઈપણ પ્રકારની ઇવેન્ટ, પ્રેસ કોન્ફરન્સ વગેરે માટે ઝૂમ મીટિંગ, ગૂગલ મીટ, જિયો મીટ વગેરેનો ટ્રેન્ડ વધ્યો હતો.


વિડીયો કોલ


લોકો મહિનાઓ સુધી એકબીજાને મળી શક્યા ન હતા પરંતુ દરરોજ એકબીજાને જોઈ શકતા હતા. વીડિયો કોલિંગે તેને આમાં મદદ કરી. વીડિયો કોલિંગ દ્વારા લોકો એકબીજાની નજીક આવ્યા. પાર્ટનર સાથેનો વીડિયો કૉલ હોય કે પરિવાર અને મિત્રો સાથેનો ગ્રુપ વીડિયો કૉલ હોય, દરેક વ્યક્તિ એકબીજાને મળવાનો આ રસ્તો શોધ્યો હતો.  લોકડાઉન દરમિયાન વીડિયો કોલ વગેરેનો ટ્રેન્ડ વધ્યો હતો.


ફોન કોલ્સ


કોરોનાના સમયગાળા દરમિયાન, જ્યારે લોકો તેમના નજીકના લોકોને મળી શકતા ન હતા, ત્યારે તેઓએ કોલિંગ દ્વારા એકબીજાનો સંપર્ક કર્યો હતો. સામાન્ય દિવસોમાં કામના કારણે, તે તેના મિત્રો અને સંબંધીઓ સાથે તેટલી વાત કરી શકતા ન હતો જેટલો તેણે કોરોના સમયગાળા દરમિયાન ફોન કોલ્સ દ્વારા કરી હતી.


ઓનલાઇન ચેટિંગ


ફેસબુક, વ્હોટસઅપ અને અન્ય ચેટિંગ એપ દ્રારા લોકો આખો દિવસ મિત્રો, દૂર રહેતા પ્રિયજન,સ્વજનથી કનેક્ટ રહ્યાં હતા. ઓનલાઇન ચેટિંગ કરતા તેઓ ઓનલાઇન એકબીજાને વીડિયો અને તેમની તસવીરો પણ શેર કરતાં હતા.