મહેસાણાઃ પિતા સાથે લિવ-ઈનમાં રહેનારી યુવતીએ 16 વર્ષની છોકરીને આપી થથરાવી દેતી ધમકી ને.......
મૃતકના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, સાતેક વર્ષ અગાઉ રમીલાબેન પટેલ સાથે લીવ ઇન રીલેશનશીપથી જોડાયેલા હતા અને બે વર્ષ પછી છુટા પડ્યા હતા. ત્યાર બાદ રમીલાબેન, તેમના પતિ અરવિંદ દેવજી પટેલ, ભાઇ અરવિંદ હીરજી તેમજ નિમેષ શાહ રૂ.25 લાખ આપી દે અને મહેસાણા છોડી દેવાની ધમકીઓ આપતા હતા. જે અંગે અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી. પાંચેક મહિના પહેલાં મહેસાણા કોર્ટમાં મુદતે ગયા હતા, ત્યારે ખુશીને ચારે જણાએ ધમકી આપી હતી કે તારા પિતાજીને મહેસાણા છોડી દેવાનું તેમજ પચીસ લાખ રૂપિયા આપવાનું કીધું હતું અને અમારા ઉપર થયેલ કેસ પાછો ખેંચવાનું કહી દે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિવમ રેસીડેન્સીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના ખેરાળી ગામના જયંતિભાઇ અંબારામ પટેલ સોમવારે સવારે 7 વાગે પત્ની જયશ્રીબેન અને દોઢ વર્ષની નાની દીકરીને લઇ શાકભાજી ખરીદવા ગયા હતા. 16 વર્ષિય દીકરી ખુશી ઘરે એકલી હતી. તેઓ જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. થોડા સમય સુધી બૂમો પાડવા છતાં દીકરીએ ઘરનો દરવાજો ના ખોલતા તેમણે રહીશોની મદદથી ઘરમાં ગયા હતા અને જોયું તો ખુશી હીંચકાના કડા સાથે દુપટ્ટો બાંધી ગળે ટૂંપો ખાધેલો હતો. બી ડિવિઝન પોલીસે તપાસ કરતાં તેના લેંઘામાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી.
સુસાઇડ નોટમાં સગીરાએ આપઘાત પાછળ પાંચ વર્ષ પિતા જે મહિલા સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતા હતા તે મહિલા, તેના ભાઇ સહિત ચાર લોકોને જવાબદાર ગણાવ્યા હતા. સગીરાએ લખ્યું કે, આ તમામ લોકોએ તેને એસિડ ફેંકી લાઇફ બરબાદ કરવાની ધમકી આપી હતી. જેનાથી ડરીને તેણે આ પગલું ભર્યું છે. જે અંગે મૃતકના પિતાએ મહિલા સહિત ચાર લોકો વિરુદ્ધ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા: મહેસાણામાં એક સગીરાએ પોતાના ઘરમાં દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મહેસાણામાં વાઇડ એંગલ પાસે આવેલી ઉમા શિવમ રેસિડેન્સીમાં રહેતા ટ્રાન્સપોર્ટરની 16 વર્ષીય સગીરાએ આપઘાત કરી લીધો હતો. પોલીસને તપાસમાં સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -