ઊંઝાઃ વિરોધ વચ્ચે અરવિંદ કેજરીવાલે કર્યા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના દર્શન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Oct 2016 01:08 PM (IST)
1
2
તેમણે ગઈ કાલે પાટીદાર અનામત અંદોલન દરમિયાન મોતને ભેટેલા યુવકોના પરિવારજનોની મુલાકાત પણ લીધી હતી. એટલું જ નહીં, તેમણે મહેસાણાના પિલુદ્રાની મુલાકાત પણ લીધી હતી અને ત્યાં સભાને સંબોધન પણ કર્યું હતું.
3
આ પછી તેમણે ઊંઝા નગરપાલિકાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સંબોધન પણ કર્યું હતું. નોંધનીય છે કે, તેઓ ગઈ કાલે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે પણ તેમનો વિરોધ કરવામાં આવ્યા હતો. ત્યારે આજે ફરીથી તેમનો વિરોધ કરવામાં આવ્યો છે.
4
ઊંઝાઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે તેઓ ઊંઝા સ્થિત કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં લોકોએ કાળા વાવટા ફરકાવીને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ વચ્ચે કેજરીવાલે માતાજીના દર્શન કર્યા હતા.