ભાજપે રેશમા-વરૂણને કેટલા કરોડ આપ્યા હોવાનો ભાજપમાં જોડાયેલા ‘પાસ’ના નેતાએ કર્યો આક્ષેપ? જાણો વિગત
આમ આદમી પાર્ટી દ્વારા નરેન્જ્ર પટેલે મૂકેલા ગંભીર આરોપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી , વરુણ પટેલ તથા ભાજપના અન્ય આગેવાનો પર તાત્કાલિક કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો છે કે, ભાજપે વરૂણ પટેલ અને રેશમા પટેલને પણ 5થી 7 કરોડ રૂપિયા ભાજપ સરકારે આપ્યા છે અને તેમને ખરીદ્યા છે. વરૂણ પટેલ અને રેશમા પટેલ ભાજપ પર સતત પ્રહારો કરતાં હતાં. તેમણે અચાનક પલટી મારીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું તેના કારણે પાટીદારોમાં આક્રોશ છે.
આપ દ્વારા જણાવાયું છે કે, ગુજરાત તથા દેશની રાજનીતિ માટે શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી દેશભરમાં ભાજપનો અસલી ચેહરો પ્રજા સમક્ષ ખુલ્લો પાડશે. કાળા નાણાં અને રાજકીય દબાણના ઉપયોગથી લોકોને ભાજપમાં જોડી રાજનીતિને ભ્રષ્ટ કરનાર ભાજપને ગુજરાતની જનતા માફ નહી કરે.
નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો છે કે, ભાજપ પાસ સાથે સંકળાયેલા આગેવાનોની ખરીદી કરીને અનામત આંદોલનને નબળું પાડવા મથે છે. નરેન્દ્ર પટેલના ખુલાસા પર આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે કે, પાસના નેતાઓની પૈસા તથા રાજકીય દબાણ દ્વારા ખરીદી કરતા ભાજપનોઅસલી ચેહરો પ્રજા સમક્ષ ખુલ્લો પડ્યો છે.
મહેસાણા: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર નરેન્દ્ર પટેલે ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ મોટો ધડાકો કરીને વરૂણ પટેલે પોતાનવી ભાજપમાં જોડાવા માટે એક કરોડ રૂપિયાનો સોદો કર્યો હોવાનો ધડાકો કર્યા પછી બીજો પણ મોટો આક્ષેપ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -