મને 1 કરોડ આપવાનું વચન આપ્યું પછી ભાજપમાં જોડાયેલો, 10 લાખ રૂપિયા આપી પણ દીધેલા, વરૂણે કરી હતી દલાલી
નરેન્દ્ર પટેલ પણ રેશમા પટેલ અને વરૂણ પટેલ સાથે ભાજપમાં જોડાયો હતો પણ રવિવારે મોડી રાત્રે નરેન્દ્ર પટેલે ભાજપ પર પ્રહારો કરીને ફરીથી પાસમાં જોડાવાની જાહેરાત કરી છે. નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો કે, ભાજપ પાટીદારોને ખરીદવાનો પ્રયત્ન કરી રહી છે. તેણે પાટીદાર સમાજ કહેશે તો જ ચૂંટણી લડીશ તેમ કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણા: પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર નરેન્દ્ર પટેલે ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ મોટો ધડાકો કર્યો હતો કે, વરૂણ પટેલે મારી ભાજપમાં જોડાવા માટે એક કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. આ પૈકી વરૂણ પટેલે મને ટોકન પેટે 10 લાખ રૂપિયા આપ્યા છે.
નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો કે, વરૂણ પટેલ મને જીતુ વાધાણીના ઘરે લઇ ગયો હતો અને કમલમ ખાતે મને લઇ જઇ 1 કરોડ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે મને 10 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. બાકીના 90 લાખ પછી આપવાની વાત કરવામાં આવી હતી.
નરેન્દ્ર પટેલે કહ્યું કે, બળજબરીપૂર્વક મને ભાજપમાં જોડવામાં આવ્યો હતો. તેણે જણાવ્યુ કે, 23 તારીખે 5 હજાર પાટીદારો એકઠા થઇને ભાજપે આપેલા 10 લાખ રૂપિયા મહેસાણા પ્રદેશના શહિદોને અર્પણ કરવામાં આવશે. તેણે વકીલની સહાય લઇને વરૂણ પટેલ પર કાયદાકીય કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -