ઉંઝાથી પાટીદાર શહીદ યાત્રાનો પ્રારંભ, હજારો પાટીદાર જોડાયા
યાત્રામાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા પાટીદાર યુવકોના પરિવારના સભ્યો પણ જોડાયા હતા. યાત્રા બે દિવસ સુધી મહેસાણા જિલ્લામાં ફરશે. યાત્રામાં કોઇ અઘટિત ઘટના ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટના મંત્રીએ કહ્યું સમાજના હિતમાં નીકળેલ યાત્રામાં ઉમિયા માતાજી ટ્રસ્ટ સહભાગી બનશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉંઝાથી શરૂ થયેલી યાત્રા ૩૫ દિવસમાં ગુજરતમાં ચાર હજાર કિલોમીટર ફરીને ખોડલધામ કાગવડ પહોચશે. મહેસાણાના પાંચોટમાં રાત્રી રોકાણ કરાશે. યાત્રામાં ત્રણ રથ છે જેમાં એકમાં ઉમિયા માતાજીની મૂર્તિ, બીજા રથમાં શહીદોની પ્રતિમા અને ત્રીજા રથમાં સરદાર પટેલની પ્રતિમા મુકવામાં આવી છે.
ઉંઝાઃ મહેસાણાના ઉંઝાથી પાટીદાર શહીદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચાર હજાર કિલોમીટરની યાત્રા આખા રાજ્યમાં ફરી ખોડલધામ કાગવડ પહોંચશે. યાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. આયોજકોએ દાવો કર્યો હતો કે શહીદ યાત્રામાં 40 લાખ લોકો જોડાશે. યાત્રામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ જોડાય તેવી શક્યતા છે.
મળતી વિગતો અનુસાર, ઉંઝાના ઉમિયા માતાજીના મંદિરથી પાટીદાર શહીદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દરમિયાન યાત્રામાં કોગ્રેસના ધારાસભ્ય સહીત પાસ અને પાટીદાર સમાજના લોકો જોડાયા હતા.
અગાઉ યાત્રાના રૂટને લઇને વિવાદ થયો હતો. આ યાત્રામાં હાર્દિક પટેલ ક્યારે જોડાશે તે નક્કી નથી તો બીજી તરફ આ યાત્રામાં પાટીદાર આદોલન દરમિયાન શહીદ થનારા ૧૪ પાટીદાર યુવાનોના પારીવારના સભ્યો પણ જોડાયા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -