ગુજરાતમાં રાત્રે ST બસમાં મુસાફરી કરતાં પહેલા સાવધાન: લૂટાંરૂઓએ આખે આખી બસ હાઈજેક કરી
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ લૂંટારૂઓ ઊંઝાના ઉનાવાથી મુસાફરના સ્વાંગમાં બસમાં ચઢ્યા હતા અને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ચારેતરફ નાકાબંધી કરી લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથધરી છે. ત્રણે આંગડીયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ આવવા માટે પાર્સલ લઈને નીકળ્યા હતા. જે રીતે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે લૂંટારૂઓ જાણભેદુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના જણાવ્યા અનુસાર, પાલનપુરથી અમદાવાદ જતી બસમાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા 9 જેટલા લૂંટારૂઓએ રિવોલ્વર અને હથિયારની અણીએ ત્રણ આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટી લીધા હતાં. પોલીસે લૂંટારૂઓને પકડવા માટે ચક્રોગતીમાન કર્યા છે.
પાલનપુરથી અમદાવાદ એસટી બસ જઈ રહી હતી. આ બસમાં વસંત અંબાલાલ, જયંતી સોમા અને એચ પ્રવિણ આંગડીયા પેઢીના કર્મચારીઓ પણ પોતાના પાર્સલ લઈ જઈ રહ્યા હતા. તે સમયે મુસાફરના સ્વાંગમાં બેઠેલા 9 જેટલા હથિયારધારી લૂંટારૂઓએ નંદાસણ નજીક ત્રણે આંગડીયા પેઢીના કર્મચારીઓને રિવોલ્વરની અણીએ લૂંટી લેવામાં આવ્યા હતી.
પાલનપુરથી અમદાવાદ જતી એસટી બસને લૂંટારૂઓએ હાઈજેક કરી રૂપિયા એક કરોડથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ હથિયાર સાથે મુસાફરના સ્વાંગમાં બસમાં ચઢી ગયા હતા અને મહેસાણા જીલ્લાના નંદાસણ નજીક ચાલુ બસે ત્રણ આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યા હતાં.
મહેસાણા: મહેસાણા જીલ્લાના નંદાસણ પાસે એસટી બસને હાઈજેક કરી લૂંટારૂઓએ 1 કરોડથી વધુના મુદ્દા માલની લૂંટ ચલાવી છે. સમગ્ર વિસ્તારમાં આ વાતની જાણ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બસ પાલનપુરથી અમદાવાદ જતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -