મહેસાણામાં રેલીને સંબોધતા રાહુલે કહ્યું- 'પાટીદારો પર લાઠીઓ વિંઝાઇ, ગોળીઓ ચલાવાઇ'
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સહારા ગ્રુપ પાસેથી પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યુ કે સહારા પર ઇન્કમટેક્સ વિભાગ દ્ધારા રેડ મારવામાં આવી હતી જેમાં એવી નોટ મળી હતી કે છેલ્લા છ મહિનામાં નવ વખત રૂપિયા આપવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાઃ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહેસાણામાં એક રેલીને સંબોધી હતી. રાહુલ ગાંધીએ રેલીમાં પોતાના ભાષણ દરમિયાન નોટબંધીને લઇને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, પોલીસે પાટીદારો ઉપર લાઠીઓ વીંઝી અને ગોળીબાર કર્યો હતો. તે સિવાય રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવવાના પક્ષમાં છે. મોદીની સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેશે તો કોંગ્રેસ તેમનો સાથ આપશે. મોદી સરકારે અઢી વર્ષમાં ભારતના કમજોર અને મિડલ ક્લાસ લોકો પર ત્રાસ ગુજાર્યો છે.
પાટીદાર અનામત આંદોલનને ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, પાટીદારોએ શાંતિથી તેમનું આંદોલન કર્યું , તેમણે કોઈ હિંસા કરી નથી છતાં સરકારે પાટીદારોની મહિલાઓ અને બાળકોને માર્યા. તેમને લાકડી અને ગોળીઓ મારી. આ મોદી સરકારની વાસ્તવિકતા છે.
વધુમાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે, બ્લેકમની એક ટકા લોકો પાસે છે પણ તેને બહાર કાઢવા માટે 99 ટકા લોકોને પરેશાન કરવામાં આવ્યા છે. કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક કરી એ મોદીનું નાટક છે. તેમણે બ્લેકમની પર સર્જિકલ સ્ટ્રાઇક કરી નથી પણ ગરીબો પર બોમ્બમારી કરી છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ હતું કે, ગરીબોની પરસેવાની કમાણીથી અમીરોના દેવા માફ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચાર કરવામાં આવે છે. ફક્ત 6 ટકા બ્લેકમની કેશના સ્વરૂપમાં છે. 94 ટકા બ્લેકમની હિરા, સોના ચાંદી અને જમીનના સ્વરૂપમાં છે.
આ અગાઉ રાહુલ ગાંધીએ ઉંઝામાં ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીની ઉંઝાની મુલાકાત અનામત આંદોલનને કારણે ભાજપથી નારાજ પાટીદારોને રિઝવવાનો એક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -