મહેસાણાઃ રામપુરા કુકસમાં જૂથ અથડામણ, બેનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2019 07:56 AM (IST)
1
મહેસાણાઃ રામપુરા કુકસમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. હથિયારો સાથે સામસામે ઘા કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસ રામપુરા કુકસ ખાતે પહોંચી હતી. તેમજ મૃતદેહને મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હોવાના સમાચાર મળ્યા છે.
2
3
4