વરરાજા લગ્ન મંડપે પહોંચે તે પહેલા જાનૈયાની કારનો અકસ્માત, 2નાં મોત બાદ લગ્ન કેવી રીતે થયા, જાણો વિગત
અન્યોની મદદથી તેમના કુટુંબીઓએ કારનો દરવાજો તોડી બહાર કાઢી મહેસાણા સિવિલમાં લવાયા હતા. બીજીબાજુ આ ઘટનાને લઈ વરરાજાને પરણાવવા માત્ર નાના બાળકો જ ટાકોદી ગયા હતા, જ્યાં સાદાઇથી લગ્ન કરાયા હતા.
પ્રવિણસિંહ કેશરીસિંહ ઝાલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય ત્રણને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ટ્રેલર કંડલાથી ઉદેપુર જઈ રહ્યું હતું. મહેસાણા તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કારમાં પાંચેય જાનૈયા ફસાઈ ગયા હતા. જે પૈકી કોઈએ મોબાઇલ કરી આગળ જઈ રહેલા જાનૈયાઓને જાણ કરતાં તેઓ પરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
જાન મહેસાણાના પાલાવાસણા નજીક શોભાસણ ઓવરબ્રિજ પરથી પસાર થતી હતી, ત્યારે સામેથી આવતું ડમ્પર કાર સાથે ધડાકાભેર અથડાતાં તેના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. કારમાં દબાયેલા પાંચ ઇજાગ્રસ્તોને 108માં મહેસાણા સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં વનરાજસિંહ રણજીતસિંહ રાઠોડને તબીબે મૃત જાહેર કર્યા હતા.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના કીડી ગામના સોમસિંહ કલ્યાણસિંહ પરમારના પાટણના ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામે શુક્રવારે લગ્ન યોજાયા હોઇ તેમની જાન સવારે 407 અને અન્ય ગાડીઓ સાથે નીકળી હતી. જેમાં વરરાજાના પિતરાઇ ભાઇ વનરાજસિંહ રણજીતસિંહ રાઠોડ સ્વીફ્ટ કારમાં પરિવારજનોને બેસાડી જાન સાથે જોડાયા હતા.
મહેસાણા: શુક્રવારે બપોરે 12 વાગે ધનસુરાના કીડી ગામેથી પાટણના ટાકોદી ગામે જઈ રહેલી જાન સાથેની સ્વીફ્ટ કારને મહેસાણાના પાલાવાસણા નજીક શોભાસણ ઓવરબ્રિજ પર ડમ્પર ધડાકાભેર અથડાતાં ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં વરરાજાના પિતરાઇ ભાઇ અને એક મિત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે 3 જાનૈયાને ગંભીર ઈજા પહોંચી હતી. બે યુવાનોનાં મોત બાદ લગ્ન સાદાઇથી આટોપી લેવાયાં હતાં.