Gadar 2 Movie Review: પાકિસ્તાન હજી પણ તે હેન્ડપંપની શોધ કરી રહ્યું છે જેને ગદરમાં પાકિસ્તાને ઉખાડી નાખ્યો હતો. આ વખતે સની દેઓલ હેન્ડપંપ ઉખેડતો નથી ફક્ત જુએ છે ત્યાં પાકિસ્તાની દુશ્મનોને પરસેવો છૂટી જાય છે. ગદર એક ઇમોશન છે અને ગદર 2 જોતી વખતે આ વાતનો અનુભવ થાય છે. જ્યારે તારા સિંહ પાકિસ્તાનમાં દુશ્મનોને પરસેવો છોડાવે છે ત્યારે આખા થિયેટર્સમાં હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગે છે.
વાર્તા
આ વાર્તા ગદરથી આગળ વધે છે. તારા સિંહ અને સકીનાનો દીકરો મોટો થયો છે અને હીરો બનવા માંગે છે. આ દરમિયાન સરહદ પર દુશ્મનો સાથે લડતી વખતે સેનાને તારા સિંહની જરૂર પડે છે અને આ લડાઈમાં તારા ગાયબ થઈ જાય છે. પરિવારનું માનવું છે કે તારા પાકિસ્તાનમાં બંધ છે. પુત્ર પાકિસ્તાન પહોંચે છે અને પછી તારા પુત્રને બચાવવા પાકિસ્તાન આવે છે. ટ્રેલર પરથી જ સ્ટોરી સમજાઈ ગઈ હતી, પણ તારા કેવી રીતે ગદર મચાવે છે તે જોવા માટે તમે ફિલ્મ જોઇ શકો છો.
એક્ટિંગ
સની દેઓલ દરેક ફ્રેમમાં છવાયેલો છે. તેને જોઈને થિયેટર્સમાં તાળીઓના ગડગડાટ થાય છે, સીટીઓ વાગે છે. તેનો અંદાજ 22 વર્ષ પહેલા જેવો જ છે. સનીની સ્ક્રીન પ્રેઝન્સ અને ડાયલોગ ડિલિવરી જબરદસ્ત લાગે છે. જ્યારે સની હિન્દુસ્તાન ઝિંદાબાદ બોલે છે ત્યારે આખું થિયેટર હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવે છે. અમીષા પટેલ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેણે સારી એક્ટિંગ પણ કરી છે. તેને જોઈને તેને લાગ્યું નહીં કે તેની ઉંમરમાં 22 વર્ષનું અંતર આવી ગયું છે. ઉત્કર્ષ શર્મા સારો છે પરંતુ તેણે હજુ ઘણું શીખવાનું છે. સની દેઓલની સામે ઊભું રહેવું ઘણું મોટી વાત છે. તેણે હજુ ઘણી લાંબી મંજિલ કાપવાની છે. સિમરત કૌર સારી લાગી પરંતુ તેના માટે પણ હજુ ઘણુ શીખવાનું છે. મનીષ વાધવાએ વિલન તરીકે જબરદસ્ત કામ કર્યું છે. તેણે જે રીતે પાકિસ્તાની જનરલનું પાત્ર ભજવ્યું છે તે જોઈને લાગે છે કે અમરીશ પુરી પછી જો કોઈ આ પાત્ર ભજવી શક્યું હોય તો તે તે જ છે. તેની સ્ક્રીન પ્રેઝન્સથી લઈને ડાયલોગ ડિલિવરી સુધી બધું જ અદભૂતત છે.
કેવી છે ફિલ્મ ?
આ ફિલ્મ એક ઈમોશન છે. ફિલ્મની શરૂઆત સકીના અને તારા સિંહથી થાય છે. તારા સિંહ જેવું મેડમ જી બોલે છે તમે 22 વર્ષ પાછળ જતા રહો છો. તારા અને સકીનાની કેમેસ્ટ્રી ખૂબ જ ક્યૂટ લાગે છે. સનીના પુત્રની લવસ્ટોરી પણ ફર્સ્ટ હાફમાં ઘણી બતાવવામાં આવી છે અને તે ક્યાંક થોડી પરેશાન કરનારી છે કારણ કે તારા સિંહ અને સકીનાનો મતલબ વિદ્રોહ છે એટલે ફર્સ્ટ હાફ થોડો લાંબો લાગે છે પણ સેકન્ડ હાફમાં જ્યારે તારા પાકિસ્તાન જાય છે અને બળવો કરે છે. ત્યાં મજા આવે છે.
ડિરેક્શન
અનિલ શર્માનું ડિરેક્શન સારું છે. તેમણે ફિલ્મની ઓરિજનલ ફ્લેવર જાળવી રાખી છે. જોકે ફર્સ્ટ હાફ વધુ સારો બની શક્યો હોત.
મ્યૂઝિક
મિથુનનું મ્યૂઝિક સારુ છે. ગીતો સાંભળવાની મજા આવે છે. ગીતો ફિલ્મના ફિલ સાથે મેળ ખાય છે.
એકંદરે ગદર- 2 ફિલ્મ જોવી જોઇએ. જો તમે સની દેઓલના ફેન છો તો તમે આ ફિલ્મને ચૂકી શકતા નથી. અને જો તમે ગદરના ફેન છો તો ફિલ્મ જોવી જોઇએ