Rajasthan News: 1993ના બોમ્બ વિસ્ફોટને લઈને કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડાને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે અબ્દુલ કરીમ ટુંડાને કોઈપણ કેસમાં દોષિત ઠેરવ્યા નથી. રાજસ્થાનના અજમેરની ટાડા કોર્ટે આ નિર્ણય આપ્યો છે. કોર્ટે ઘટનાના 31 વર્ષ બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. એ જ રીતે, જ્યારે કોર્ટે આ કેસમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યા છે, ત્યારે ઈરફાન અને હમીદુદ્દીનને દોષિત જાહેર કર્યા છે. નોંધનિય છે કે, કરીમ ટુંડાની 2013માં નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી.
1993માં હૈદરાબાદ, કાનપુર, લખનૌ, સુરત અને મુંબઈની કેટલીક ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આમાં કરીમ ટુંડા ઉપરાંત ઈરફાન અને હમીદુદ્દીન પણ આરોપી હતા.
ટુંડા વિરુદ્ધ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો કેસ 2014થી પેન્ડિંગ હતો, જેના પર કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં અંસારી સહિત લગભગ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, અબ્દુલ કરીમ વર્ષ 2013માં નેપાળ બોર્ડર પરથી ઝડપાયો હતો. ટુંડા 24 સપ્ટેમ્બર 2023થી અજમેર જેલમાં બંધ હતો. ઉલ્લેખનિય છે કે,બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠ પર, મુંબઈ, લખનૌ, કાનપુર, હૈદરાબાદ અને સુરતની ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આજે 31 વર્ષ બાદ ટાડા કોર્ટ આ મામલે અંતિમ ચુકાદો આપ્યો છે.
આ ઘટના 6 ડિસેમ્બર 1993ના રોજ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બની હતી. આતંકીઓએ ટ્રેનમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. આ ઘટનાને બાબરી મસ્જિદ ધ્વંસની પ્રથમ વરસીનો બદલો ગણાવી હતી. આ કેસમાં 17 આરોપી ઝડપાયા હતા. આમાંથી 3 (ટુંડા, હમીદુદ્દીન, ઈરફાન અહેમદ) પર ગુરૂવારે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે હમીદુદ્દીનની 10 જાન્યુઆરી 2010ના રોજ, ઈરફાન અહેમદની 2010 પછી અને ટુંડાની 10 જાન્યુઆરી 2014ના રોજ નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી.