Coronavirus Live Updates: છેલ્લા સપ્તાહમાં કોરોનાના નવા કેસ પહોંચ્યા 26 હજાર પાર, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બોલાવી બેઠક

કોરોનાના વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ થઇ દઇ છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક બેઠક બોલાવી છે

gujarati.abplive.com Last Updated: 07 Apr 2023 01:46 PM

બ્રેકગ્રાઉન્ડ

Coronavirus Live  Updates: કોરોનાના વધતા કેસોને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ થઇ દઇ છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક બેઠક બોલાવી છે. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય...More

Coronavirus: દેશમાં કોરોનાથી 24 કલાકમાં 14 વ્યક્તિના મોત

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 14 દર્દીઓના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક વધીને 5 લાખ 30 હજાર 943 થઈ ગયો છે. શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 41 લાખ 85 હજાર 858 દર્દીઓ સાજા થયા છે.