9/11 Attacks Anniversary:વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા માટે, 9/11 એક એવી તારીખ છે, જેને તે ભાગ્યે જ ભૂલી શકે. 2001માં આ દિવસે આતંકવાદી સંગઠન અલ કાયદાએ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ ત્રણ હજાર લોકો માર્યા ગયા હતા. જે સમયે આ હુમલો થયો તે સમયે અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ હતા


            અમેરિકાએ 11 માર્ચ, 2003ના રોજ પાકિસ્તાનના રાવલપિંડીમાંથી અલ-કાયદાના આતંકવાદી ખાલિદ શેખ મોહમ્મદની ધરપકડ કરીને સપ્ટેમ્બર 11, 2001ના હુમલાના ગુનેગારો સામે મોટી જીત હાંસલ કરી હતી. એક યુએસ ઇન્ટેલિજન્સ એજન્ટે અલ કાયદાના ત્રીજા નંબરના નેતાને પકડવા માટે 18 મહિનાનો સમય પસાર કરવો પડ્યો હતો, પરંતુ તેને ન્યાય સુધી પહોંચાડવાનો અમેરિકાનો પ્રયાસ હજુ સુધી સફળ થયો નથી. આ હુમલામાં જેમણે તેમની 25 વર્ષની પુત્રી ગુમાવી હતી તેમણે તેમની તેમની વ્યથા રજૂ કરી હતી.


આજે આ આતંકવાદી હુમલાના 21 વર્ષ પૂર્ણ થયા છે. આટલા લાંબા સમય પછી પણ, મોહમ્મદ અને આ હુમલાઓના અન્ય ચાર આરોપીઓ હજુ પણ ગ્વાન્ટાનામો ખાડીમાં યુએસ ડિટેન્શન સેન્ટરમાં છે અને લશ્કરી ટ્રિબ્યુનલ સમક્ષ તેમની સુનાવણી વારંવાર સ્થગિત કરવામાં આવી રહી છે. આ કેસમાં તાજેતરનો આંચકો ત્યારે લાગ્યો જ્યારે ગયા મહિને કોર્ટમાં સુનાવણી પહેલાની સુનાવણી રદ કરવામાં આવી હતી. હુમલાના લગભગ 3,000 પીડિતોના સંબંધીઓ માટે તે બીજી નિરાશાજનક ઘટના હતી, જેમણે લાંબા સમયથી આશા રાખી હતી કે ટ્રાયલ આખરે ઘણા પ્રશ્નોના જવાબ આપશે.


, જેણે 11 સપ્ટેમ્બર, 2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલામાં તેની 25 વર્ષની પુત્રી એન્ડ્રીઆને ગુમાવી દીધી" તે  ," ગોર્ડન હેબરમેને કહ્યું હવે, મને ખબર નથી કે શું થવાનું છે.  "મારા માટે તે મહત્વનું છે કે અમેરિકા આખરે ખબર પડે કે તે સમયે  શું થયું અને તે કેવી રીતે થયું, તે વિશેના  સત્ય તે  જાણે છે. હું અંગત રીતે આ સુનાવણી જોઉં છું" જો મોહમ્મદને દોષિત ઠેરવવામાં આવે છે, તો તેને ફાંસી પણ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, અમેરિકાએ અમેરિકાએ 2011માં અલ-કાયદાના નેતા ઓસાબા બિન લાદેન અને તત્કાલીન આતંકવાદી નેતા અયમાન અલ-ઝવાહિરીને  ઓગસ્ટમાં ડ્રોન હુમલામાં ખાતમો કરી દીધો હતો .