Mehta Sampada Suresh: મેહતા સંપદા સુરેશને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અંગત સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. મેહતા સંપદા સુરેશ મહારાષ્ટ્ર કેડરના અધિકારી છે. આ પહેલા મેહતા સંપદા નવી દિલ્હીમાં મહેસૂલ વિભાગના ડાયરેક્ટર તરીકે તૈનાત હતા.
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા પત્રમાં લખ્યું હતું કે સુશ્રી મેહતા સંપદા સુરેશની નિમણૂકની પે મૈટ્રિક્સના નિર્દેશક વેતન-13 (1,23,100-2,15,900)ના સ્તર પર ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અંગત સચિવના રૂપમાં નિમણૂક 30-03-2027 સુધીના સમયગાળા સુધી જવાબદારી સોંપવામાં આવી છે. આ પત્રની નકલ પીએમઓ, કેબિનેટ સચિવાલય, ડી-ઓ રેવન્યૂ શ્રીમતી સંપદા મહેતા પીએસ ઓફ એમઓએસને મોકલવામાં આવી છે.
અગાઉ 19 મે, 2017ના રોજ મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 2008 બેચના IAS અધિકારી સંપદા મેહતાને મુંબઈના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. મેહતા અગાઉ પુણે સ્થિત મહારાષ્ટ્ર કૃષિ સ્પર્ધાત્મકતા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા. અશ્વિની જોશીની 22 એપ્રિલે એક્સાઇઝ કમિશનર તરીકે બદલી થતાં કલેક્ટરનું પદ ખાલી થયું હતું.
તત્કાલિન મુખ્યમંત્રી ફડણવીસે તે જ સમયે અનેક બદલીઓના આદેશ આપ્યા હતા જેમાં કલ્યાણ ડોમ્બિવલીના નાગરિક વડા ઇ રવિન્દ્રન (2007 બેચ)ની પણ બદલી કરવામાં આવી હતી. જે બાદ તેમણે મહારાષ્ટ્રના નવા કૌશલ્ય વિકાસ કમિશનર તરીકે ચાર્જ સંભાળવાનું શરૂ કર્યું હતું. ઓમપ્રકાશ બકોરિયા (2006), મેનેજિંગ ડિરેક્ટર, મહારાષ્ટ્ર સ્ટેટ સીડ્સ કોર્પોરેશન (MSSC) ને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડના ઔરંગાબાદ વિભાગના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.