Amazing Viral Video: આ દિવસોમાં સોશિયલ મીડિયા પર કેટલીક દિલ જીતી લેનારી પળોના વીડિયો યુઝરનું ધ્યાન આકર્ષિત કરતા જોવા મળે છે. એકવાર જોયા પછી યુઝર્સ તેને વારંવાર જોવા માટે મજબૂર થઈ રહ્યા છે. હાલમાં જ કેરળનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેણે બધાને પોતાના દિવાના બનાવી દીધા છે. આ વીડિયોમાં એક પક્ષી પોલીસકર્મીના યુનિફોર્મ પર બેઠેલું જોવા મળે છે.






પોલીસકર્મીએ પક્ષી માટે કર્યું આ કામ 


સામાન્ય રીતે પોલીસકર્મીઓ શહેરમાં શાંતિ જાળવવા અને ગુનાખોરીને નિયંત્રણમાં રાખવાની સાથે જરૂરિયાતમંદોને મદદ કરતા જોવા મળે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ એક પોલીસકર્મી આવું જ કંઈક કરતો જોવા મળી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે જ્યારે કોઈ પક્ષી થાકી જાય છે અને પોલીસકર્મીની પાસે બેસે છે ત્યારે તે પોલીસકર્મી તેને ફૂલોનો રસ પીવડાવવાનો પ્રયાસ કરે છે. જેને જોઈને યુઝર્સ ખુશ થઈ રહ્યા છે.


પોલીસકર્મીના યુનિફોર્મ પર બેઠયું પક્ષી


આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર ઝડપથી શેર થઈ રહ્યો છે. આ વીડિયો કેરળ પોલીસે તેના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક પક્ષી પોલીસકર્મીના યુનિફોર્મ પર બેઠેલું જોવા મળે છે. જે દરમિયાન પોલીસકર્મી તેની મદદ કરી રહ્યો હતો અને તેને ફૂલનો રસ પીવા માટે ફૂલ તેની નજીક લાવે છે. જેને જોઈને યુઝર્સ ખુશ થઈ રહ્યા છે.  આ વીડિયો યુઝર્સને દિવાના બનાવી રહ્યો છે.


યુઝર્સને વીડિયો પસંદ આવ્યો


આટલો સરસ વીડિયો જોઇને યુઝર્સ પોલીસકર્મી અને પક્ષીના વખાણ કરી રહ્યા છે. સાથે જ વીડિયોને લાઇક્સ પણ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે પોલીસકર્મીની મૂછો વિશે લખ્યું છે કે તેની પાસે આવી ભયંકર મૂછો ન હોવી જોઈએ કારણ કે તે એક સુંદર વ્યક્તિ છે.


 


આ પણ વાંચો: Trending Reel: નાઇટ ડ્યૂટીમાં પોલીસવાળાઓએ બનાવ્યુ આ Reel, જોતજાતોમાં થઇ ગયો Video


Trending Police Officers Reel: આજકાલ સોશ્યલ મીડિયા પર લોકો કેટલાય પ્રકારના રિલ્સ અને વીડિયો બનાવીને વાયરલ કરતાં રહે છે. આવામાં મોટાથી લઇને નાના અને છોકરા છોકરીએ પણ સામેલ હોય છે. આમાં કેટલાક વીડિયો એવા હોય છે જે ખુબ વાયરલ થઇ જાય છે, અને લોકોની વચ્ચે ખુબ લોકપ્રિય બની જાય છે. આવો જ એક વીડિયો અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ત્રણ પોલીસકર્મીઓ એક ગીત પર રીલ રેકોર્ડ કરતા દેખી શકાય છે. 






 


ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ ઈન્સ્ટાગ્રામ રીલમાં ત્રણ પોલીસ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે, જે બાદશાહના ટ્રેન્ડિંગ સૉન્ગને લિપ-સિંક કરી રહ્યા છે. વચ્ચે ઉભેલા પોલીસકર્મીનું નામ રવિરાજ બતાવવામાં આવી રહ્યું છે, જેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં પોલીસની વર્દી પહેરેલા આ ત્રણ કર્મચારીઓના એક્સ્પ્રેશન્સે લોકોના દિલ જીતી લીધા છે. લોકો આ વીડિયોને જોરદાર શેર પણ કરી રહ્યા છે. યૂનિફોર્મ પહેરેલા આ ત્રણ કર્મચારીઓના એક્સપ્રેશન્સ વીડિયોમાં જોવાલાયક છે.


ઉલ્લેખનીય છે કે, આ વીડિયો raviraj0639 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યો છે. રવિરાજ નામના આ પોલીસ કર્મચારીનું ઈન્સ્ટા બાયૉ જોઇએ તો તે પોતાને એક્સ ટિકટૉકર બતાવી રહ્યો છે. આ ઈન્સ્ટાગ્રામ રીલ 14 એપ્રિલે શેર કરવામાં આવી છે, જેને અત્યાર સુધીમાં 72 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, વળી આ રીલને 6 લાખ 14 હજારથી વધુ લોકો લાઈક પણ કરી ચૂક્યા છે.